SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૨૨, ૩૧૩ દિક્ષા પર્યાય છેદવો એટલે આરાધનામાં કંઈક મોટો દોષ લાગ્યો હોય ત્યારે ગુરુજી, દોષ સેવનાર સાધુના ચારિત્રના જેટલો વર્ષોનો ચારિત્ર પર્યાય થયો હોય તેમાંથી અમુક (૨-૫-૧૦ ઈત્યાદિ) વર્ષોનો છેદ સર્વશિષ્યગણ સમક્ષ જાહેર કરે. તેનાથી આ દોષ સેવનાર શિષ્ય નાના બને અને તેટલા વર્ષોમાં તેમની પછી દીક્ષા લીધેલા જીવો મોટા બને છે. જેઓએ આજ સુધી વંદન-ખામણા ઈત્યાદિ કર્યા હોય તે સાધુઓ હવે મોટા થયા હોવાથી તેઓને આ દોષ સેવનાર સાધુ વંદન-ખામણા ઈત્યાદિ કરે. આ પ્રમાણે માનને તોડવા દ્વારા દોષજન્ય કર્મ આ જીવ ખપાવે. (૮) પરિહાર -પરિહાર એટલે ત્યાગ. આરાધનામાં થયેલા દોષ બદલ ગુરુજીએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ કરે નહી ત્યાં સુધી તે દોષ સેવનાર શિષ્યનો જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ ત્યાગ કરવો એટલે તેની સાથે વંદનવ્યવહાર અને આહારપાણીના આદાનપ્રદાનનો ત્યાગ કરવો તેવો અર્થ કરવો પરંતુ સમુદાયમાંથી કાઢી મુક્વો એવો અર્થ ન કરવો. | (૯) ઉપસ્થાપન - ઉપસ્થાપન એટલે ફરીથી દીક્ષા આપવી. અર્થાત્ આરાધનામાં લાગેલો દોષ મોટો છે એમ ગુરુજીને લાગે તો ચારિત્રનો પૂર્વકાલીન જેટલા વર્ષોનો પર્યાય હોય તે તમામ પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દીક્ષા (પ્રવજ્યા) આપવી તે ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્તથી દોષ સેવનાર જીવની પછીના સર્વે દીક્ષિત જીવો મોટા થાય છે (મોટા ગણાય છે) શંકા - નવતત્ત્વ પ્રકરણમાં પ્રાયશ્ચિત્તના દસ ભેદ કહ્યા છે અને તત્વાર્થસૂત્રમાં નવ ભેદ કહ્યા છે તો આ બંને સંગત કેવી રીતે થાય? સમાધાન :- પ્રાયશ્ચિત્તના પ્રથમ સાત ભેદ બન્ને સ્થાને (નવતત્વ પ્રકરણમાં અને તત્વાર્થસૂત્રમાં) સમાન છે. આઠમા પરિવાર અને નવમા ઉપસ્થાપનના બદલે નવતત્વ પ્રકરણમાં અનુક્રમે અનવસ્થાપ્ય અને મૂલ પ્રાયશ્ચિત્ત કહેલ છે. અનવસ્થાપ્ય એટલે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચરાવવા. આ પ્રાયશ્ચિત્ત કંઈક અંશે પરિવારને મળતું છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy