SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯, સૂત્ર-૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જેવા સંજોગોમાં જેવો દોષ સેવાયો હોય તે અલ્પ માત્રાએ પણ હીનાધિક (ઓછું - વસ્તું) કર્યા વિના ગુરુ સમક્ષ નિવેદન કરવું, વિનમ્રભાવે કથન કરવું તે આલોચના. ૩૧૨ (૨) પ્રતિક્રમણ :- થયેલી ભૂલો માટે, લાગેલા દોષો માટે મિચ્છામિ દુક્કડં આપવું અર્થાત્ ભૂલોનો સ્વીકાર કરી આ અયોગ્ય કર્યું છે એવો પશ્ચાતાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય તે પ્રતિક્રમણ. અતિચાર દોષોથી આગળ ન વધતાં તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત છે. કેટલાક દોષો એવા હોય છે કે જે માત્ર આલોચનાથી શુદ્ધ થતા નથી તે માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત જરૂરી હોય છે. (૩) તદુભય :- આલોચના અને પ્રતિક્રમણ બંને સાથે કરવામાં આવે ત્યારે તદુભય અર્થાત્ મિશ્ર પ્રાયશ્ચિત્ત. આલોચના અને પ્રતિક્રમણ ઉભયથી દોષોની શુદ્ધિ કરવી અર્થાત્ દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિચ્છામિદુક્કડં આપવું. (૪) વિવેક ઃ- સાધુ જીવનમાં આહાર-પાણી આદિ ગ્રહણ કરતી વખતે ઘણો ઉપયોગ રાખવા છતાં પણ અજ્ઞાનદશાથી અકલ્પ્ય (દોષિત) આહાર-પાણી આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો. જીવહિંસા ન થાય તે રીતે દોષિત આહાર પરઠવી દેવો તે વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. વ્યુત્સર્ગ શબ્દમાં ‘વિ’ ઉપસર્ગ છે. વિશેષ કરીને ઉત્સર્ગ એટલે વચન અને કાયાની બાહ્યચેષ્ટાનો ત્યાગ. અર્થાત્ ઉપયોગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારોનો ત્યાગ તે વ્યુત્સર્ગ તપ છે. આરાધનામાં જે જે દોષો લાગ્યા હોય તેનો કાયોત્સર્ગ દ્વારા નાશ કરવો તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત. કાયોત્સર્ગમાં વચન અને કાયાની તમામ બાહ્યચેષ્ટાનો વિશેષે કરીને ત્યાગ હોય છે. માત્ર નવકારાદિ ગણવા પુરતો મનનો શુભવ્યવસાય ચાલુ હોય છે. (૫) વ્યુત્સર્ગ : : (૬) તપ :- આત્મસાધના કરતાં કરતાં લાગેલા સૂક્ષ્મ કે સ્થૂલ દોષોના નાશ માટે ગુરુજીએ કરેલી આજ્ઞા મુજબ છઠ્ઠ કે અઠ્ઠમ આદિ તપ કરવા. તપ કરવા દ્વારા દોષોનો નાશ કરવો તે તપ પ્રાયશ્ચિત્ત. (૭) છંદ :- દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી તે છેદ પ્રાયશ્ચિત્ત.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy