________________
૩૧ ૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૨૨
શંકા :- શું ધ્યાનના પેટા ભેદો નથી?
સમાધાનઃ- ના એવું નથી, પણ ધ્યાનના ભેદોના પણ અવાંતર ભેદો હોવાથી તેનો અહીં સમાવેશ ન કરતાં પછીથી અલગરૂપે ધ્યાનના ભેદો જણાવ્યા છે.
સૂત્ર (૯-રર) પ્રયોજન - પ્રાયશ્ચિત્ત તપના પેટા ભેદોનું વર્ણન કરે છે. आलोचन प्रतिक्रमण तदुमय विवेक व्युत्सर्गतपश्छेद परिहारोपस्थापनानि
९-२२ આલોચન પ્રતિક્રમણ તદુભય વિવેક વ્યુત્સર્ગતપછેદ પરિહારોપસ્થાપનાનિ ૯-૨૨ આલોચન-પ્રતિક્રમણ-તદુભય - વિવેકવ્યુત્સર્ગ-તપ-છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ ૯-૧૨
શબ્દાર્થ :- આલોચન = દોષોનું પ્રકાશન, પ્રતિક્રમણ = પાપથી પાછા હઠવું, તદુભય = આલોચના અને પ્રતિક્રમણ, વિવેક = અકથ્યનો ત્યાગ, વ્યુત્સર્ગ = ઉપયોગપૂર્વક ત્યાગ, તપ = બાહ્ય-અભ્યતર તપ, છેદ = પર્યાય ભંગ કરવો,પરિહાર = દોષપાત્ર, ઉપસ્થાપના = પુનઃઆરોપણ
સૂત્રાર્થ:- આલોચના, પ્રતિક્રમણ, તદુભય (આલોચના તથા પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના (એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદ છે.)
ભાવાર્થ - પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાય : એટલે પાપ – દોષ - અપરાધ અને ચિત્ત એટલે શુદ્ધ કરનાર - દૂર કરનાર - નાશ કરનાર. એટલે દોષો અને અપરાધોની શુદ્ધિ કરનારા ભાવતપને પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
તેના નવ ભેદો છે. (૧) આલોચના :- પ્રકાશિત કરવું, ગુરુ સમક્ષ કહેવું તે આલોચના.
આરાધના કરતાં કરતાં અજાણતાં લાગેલા અથવા અનિવાર્ય સંજોગોની પરવશતાના કારણે જાણીને થયેલા દોષોનું દુભાતા મનથી ગુરુ પાસે પ્રગટ કરવું.