SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૨૦ પ્રાયશ્ચિત્ત :શંકા - પ્રાયશ્ચિત્ત એટલે શું? સમાધાન :- લીધેલા વ્રતમાં થયેલા પ્રમાદ જનિત દોષોની જેના વડે શુદ્ધિ કરી શકાય તે પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાયઃ અને ચિત્ત એ બે શબ્દો છે. પ્રાયઃ એટલે અપરાધ અને ચિત્ત એટલે વિશુદ્ધિ. જે અપરાધની અને મનની શુદ્ધિ કરે એવી આલોચનાદિ ધાર્મિક ક્રિયાને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. પ્રાયશ્ચિત્તના નવ ભેદ સૂત્ર ૯-રરમાં ગ્રંથકારશ્રી પોતે જ કહે છે. વિનય :- જ્ઞાન આદિ સદ્ગણો વિષે બહુમાન રાખવું તે વિનય ગુણવંતની (ગુણીની) ભક્તિ-બહુમાન કરવું, આશાતના ન કરવી તે વિનય. વિનયના ચાર ભેદ સૂત્ર (૯-૨૩)માં કહેવાશે. વૈયાવૃજ્ય : આચાર્ય આદિ મહાપુરૂષોની સેવા એ વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ કહેવાય છે. વૈયાવૃત્યના ૧૦ ભેદ સૂત્ર ૯-૨૪માં આવશે. શંકા - વિનય અને વૈયાવૃત્યમાં તફાવત શું? સમાધાન - વિનયમાં આદર-બહુમાન ની પ્રધાનતા છે જ્યારે વૈયાવનૃત્યમાં કાયચેષ્ટાની અને આહાર આદિને લાવી આપવા રૂપ ક્રિયાની અર્થાત્ દ્રવ્યની પ્રધાનતા છે. વૈયાવૃત્ય શબ્દ વ્યાવૃત્ત ઉપરથી બનેલો છે. વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં નિવૃત્તિ. અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનોક્ત શાસ્ત્રાનુસારે તે તે ક્રિયામાં પ્રવૃત્તિ અર્થાત્ સેવા વિનાના બીજાં કાર્યોથી નિવૃત્તિ તે વૈયાવૃત્ય. સ્વાધ્યાય :- જ્ઞાન મેળવવા માટે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય. શ્રુતનો અભ્યાસ તે સ્વાધ્યાય, જેના પાંચ ભેદ સૂત્ર ૯-૨૫ માં કહેવાશે. વ્યુત્સર્ગ:- વ્યુત્સર્ગ એટલે ત્યાગ સાધનામાં વિજ્ઞભૂત કે બીનજરૂરી વસ્તુનો ત્યાગ એ વ્યુત્સર્ગ કહેવાય છે. વ્યુત્સર્ગના બે ભેદ છે. જેનું વર્ણન સૂત્ર ૯-ર૬માં આગળ આવશે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy