________________
૩૦૮
૯-૨૦
અધ્યાય : ૯, સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૨૦) પ્રયોજન - અત્યંતરતપના છ ભેદ જણાવે છે. प्रायश्चित्त - विनय - वैयावृत्य - स्वाध्याय - व्युत्सर्ग - ध्यानान्युत्तरम्
૨-૨૦ પ્રાયશ્ચિત્ત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્સર્ગ - ધ્યાનાક્યુત્તરમ્ પ્રાયશ્ચિત્ત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્સર્ગ - ધ્યાનાનિ-ઉત્તરમ્
૯-૨) શબ્દાર્થ :- પ્રાયશ્ચિત્ત = દોષ શુદ્ધિ, વિનય = વિનય,વૈયાવૃત્ય = વૈયાવચ્ચસેવા, સ્વાધ્યાય = અભ્યાસ, વ્યુત્સર્ગ = ત્યાગ, ધ્યાન = ધ્યાન, ચિત્તની સ્થિરતા, ઉત્તર = અત્યંતર.
સૂત્રાર્થ:- પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન (એમ છ પ્રકારનો) આ અભ્યતર તપ છે.
ભાવાર્થ - શંકા : - અત્યંતર તપ એટલે શું ?
સમાધાનઃ- જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય છે. જે મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે દેખી પણ ન શકાય તેવો જે તપ તે અત્યંતર તપ.
જે તપ લોકો બાહ્ય દ્રષ્ટિથી જાણી શકતા નથી, જે તપથી લોકો તપસ્વી કહેતા નથી, જેનાથી બાહ્ય શરીર તપતું નથી પણ જે આત્માને અને મનને તપાવે છે તેને અત્યંતર તપ કહેવાય છે.
મુખ્યત્વે આત્માની અંતરંગ પરિણતિની વિશુદ્ધિ વડે થતો હોવાથી જ્ઞાની પુરુષોએ તેને અત્યંતર તપ કહ્યો છે.
હવે આ છ પ્રકારના અત્યંતર તપને ક્રમશઃ સમજીએ