SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૯ ૩૦૭ એકાન્ત અવસ્થામાં બેસવા-ઉઠવા આદિચર્યામાં લીન બનવું તે વિવિક્તચર્ચાસંલીનતા. આ ચારે સંલીનતામાં પ્રથમની ત્રણ સંલીનતા પૂર્વકની ચોથી સંલીનતા હોય તો જ આત્મહિત થાય છે. અન્યથા નિરર્થક છે. આ જ અર્થ વિવિક્તશય્યાસન શબ્દનો પણ છે. આ તપના સેવનથી રક્ષા અને વૃદ્ધિ થાય છે, બ્રહ્મચર્ય ભંગ થવાનો ભય રહેતો નથી, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનો એકાગ્રતાપૂર્વક થાય છે. (૬) કાયક્લેશ : અહીં ક્લેશ શબ્દનો અર્થ કષ્ટ-દુઃખ એટલો જ કરવો. કંકાસ, કડવાશ, વેર-ઝેર આવો અર્થ ન કરવો. ટૂંકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મગુણોની વૃદ્ધિ થાય તેવી રીતે કાયાને કષ્ટ આપવું. અર્થાત્ દુઃખમાં, કષ્ટમાં સહનશીલતામાં રાખવી તે કાયક્લેશ તપ કહેવાય છે. ઉગ્ર વિહાર, વીરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, કેશનો લોચ, ભૂમિ શય્યા, એકાશનાદિ તપ જેવા અનુષ્ઠાનો કરવા દ્વારા રાગ-દ્વેષ ન થાય તે રીતે કાયાને સહનશીલ કરવી તે કાયક્લેશ તપ કહેવાય છે. આ તપના સેવનથી સમભાવ રહે છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે. વીર્યંતરાયકર્મનો તીવ્ર ક્ષયોપક્ષમ થાય છે અને શાસન પ્રભાવના થાય છે. આ છ પ્રકારના તપને બાહ્યતપ કહેવાનું કારણ એ છે કે તે શરીરને (બાહ્ય પાંચ ઈન્દ્રિયોને) તપાવે છે આ તપને લોકો જોઈ (સમજી) શકે છે. આ તપ જોઈને લોકો તપસ્વી કહે છે. આ તપના કારણે લોકોમાં માન-બહુમાન થાય છે એટલે આ તપ લોકભોગ્ય, લોકમાન્ય અને લોકગમ્ય છે. માટે તેને બાહ્યતપ કહેવાય છે. બાહ્યતપથી શરીરની મૂર્છા-મમતાનો ત્યાગ, આહારની લાલસાનો ત્યાગ, ઈન્દ્રિયો ઉપરનો વિજય, સમયસર અને પ્રમાણસર ભોજનના કારણે શારીરિક રોગોનો અભાવ થાય છે તેમજ શરીરની સ્ફૂર્તિ દ્વારા સ્વાધ્યાય ધ્યાન આદિ રૂપ આત્મસાધનાની વૃદ્ધિ થાય છે. આ તપ અત્યંતર તપમાં સહાયક છે. જેમકે એકાશનનો તપ કરવાથી શેષ સમયમાં આહાર લાવવાનો અને ભોજન કરવાનો સમય બચવાથી સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy