________________
૩૦૬
અધ્યાય : ૯, સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ | વિગઈના બે ભેદ છે. મહાવિગઈ અને લઘુવિગઈ. મધ, માંસ, મદિરા અને માખણ આ ચાર મહાવિગઈ છે. જૈનકુળમાં જન્મ્યા પછી આ ચાર મહાવિગઈ માવજીવ ત્યજી દેવી જોઈએ. તેમાં અસંખ્ય જીવોની હિંસા હોવાથી મહાપાપ છે.
ઘી, તેલ, દહી, દુધ, ગોળ અને તળેલા પદાર્થો (કડા વિગઈ) આ છ લઘુવિગઈ છે. આ છ વિગઈઓમાં તે તે વર્ણના જીવોની ઉત્પત્તિ અમુક કાળ સુધી નથી માટે અભક્ષ્ય નથી પરંતુ વિકાર અને ઉન્માદ કરનારી તો છે જ તેથી અનિવાર્ય કારણ હોય તો જ તેનો ઉપયોગ કરવો અન્યથા ત્યાગ કરવો.
જે વિગઈની આવશ્યકતા જ હોય તે વિગઈ વિના બાકીની વિગઈઓનો ત્યાગ કરવો. વિગઈના ત્યાગથી શરીર સ્ફર્તિવાળુ રહે છે. સ્વાધ્યાયાદિ સુખપૂર્વક થાય છે. આળસ અને નિંદ્રા અલ્પ થાય છે અને સંયમ ધર્મની વૃદ્ધિ થાય છે.
વિગઈ શબ્દના બે અર્થ (૧) વિકૃતિ (૨) વિગતિ = દુર્ગતિ. જે મનને વિકૃત કરી આત્માને દુર્ગતિમાં લઈ જાય તે વિગઈ. (૫) વિવિક્તશય્યાશન :
વિવિક્ત એટલે એકાંત. એકાંતમાં શય્યા અને આસન રાખવું તે વિવિક્તશય્યાસન. સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત તથા સંયમમાં બાધા ન પહોંચે તેવા શૂન્યઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું તે વિવિક્તશય્યાસન તપ કહેવાય છે.
કોઈક જગ્યાએ વિવિક્તશય્યાસનના બદલે “સંલીનતા' શબ્દ પણ આવે છે તે એક પ્રકારનો પર્યાયવાચી શબ્દ જ છે. સંલીનતાના ચાર ભેદ કહ્યા છે. ઈન્દ્રિય સંલીનતા, કષાય સંલીનતા, યોગસલીનતા અને વિવિક્તચર્યા સંલીનતા,
ઈન્દ્રિયોને કાબુમાં રાખવી અને સ્વાધ્યાયમાં જોડવી તે ઈન્દ્રિય સંલીનતા.
ક્રોધાદિ કષાયોને કાબુમાં રાખવા અને તેના પ્રતિસ્પર્ધી ક્ષમા આદિ ગુણોને આરાધવા તે કષાયસલીનતા.
મન,વચન અને કાયાને અશુભ પ્રવૃત્તિઓથી અટકાવી શુભ પ્રવૃત્તિઓમાં લયલીન કરવી તે યોગસંલીનતા.