SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૯ ૩૦૫ કાળથી :- અમુક નિયમ કરેલા કાળમાં જ જો આહારપ્રાપ્તિ થાય તો અથવા નિયત કાળમાં જ આહાર વાપરવો. અન્ય કાળમાં પ્રાપ્ત થાય તેમ હોય તો પણ ન વાપરવો તે કાળથી વૃત્તિપરિસંખ્યાન તપ કહેવાય છે. ભાવથી :- હસતો ચહેરો, પ્રસન્ન મુખમુદ્રા સાથે આપવાનો ભાવ જણાય તો જ આહાર લેવો અન્યથા ત્યાગ કરવો તે ભાવથી વૃત્તિપરિસંખ્યાન તપ કહેવાય છે. મહાવીરસ્વામી ભગવાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ લીધો હતો. દ્રવ્યથી અભિગ્રહ લીધો કે વહોરાવનાર સ્ત્રી હોય અને વહોરવા લાયક દ્રવ્ય અડદના બાકુળા હોય. ક્ષેત્રથી અભિગ્રહ લીધો કે ઉંબરાની અંદર એક પગ હોય અને ઉંબરાની બહાર એક પગ હોય. કાળથી અભિગ્રહ લીધેલો કે મધ્યાહ્ન કાળ પછીનો સમય હોય. ભાવથી અભિગ્રહ હતો કે સ્ત્રીને માથે મુંડન, પગમાં બેડી અને આંખમાં રૂદન (આંસુ) હોય. ત્રણ દિવસની ઉપવાસી અને રાજકુમારી છતાં દાસી બનેલી હોય. પાંચ મહિના અને પચીસ દિવસ પછી ચંદનબાળા દ્વારા ભગવાનનો અભિગ્રહ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પૂર્ણ થયેલો તે વાત ઘણી જાણીતી છે. આ તપના સેવનથી આપત્તિના પ્રસંગે ધીરજ રાખી શકાય તેવું સત્વ પ્રગટે છે. આહારની લાલસા નાશ પામે છે કે ઘટી જાય છે. અશુભ કર્મોની નિર્જરા થાય છે. આ તપ સંયમની સાધનામાં ઘણો સહાયક બને છે. (૪) રસપરિત્યાગ : સ્વાદિષ્ટ રસવાળા માદક આહારનો ત્યાગ એ રસપરિત્યાગ તપ કહેવાય છે. શિખંડ, દુધપાક, બાસુંદી, ગુલાબજાંબુ, રસમલાઈ વગેરે મિષ્ટાન્ન પદાર્થોનો સર્વથા અથવા આંશિક ત્યાગ કરવો. શરીરમાં વિકારો કરે, ઉન્માદ જગાડે, ભોગ તરફ લઈ જાય અને અંતે દુર્ગતિમાં લઈ જાય તેને જૈન શાસ્ત્રોમાં વિગઈ કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy