SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ અધ્યાય : ૯, સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૨) અવમૌદર્ય - અવમ્ = ઓછું, ઔદર્ય = ઉદરપૂર્તિ અવમૌદર્ય એટલે ઉણોદરી પેટમાં જેટલી ભૂખ હોય તેનાથી ઓછો આહાર કરવો. ભૂખ કરતાં ઓછું ખાવું તે ઉણોદરી તપ કહેવાય છે. સામાન્યપણે પુરુષનો આહાર ૩ર કવલ (કોળીયા પ્રમાણ) અને સ્ત્રીનો આહાર ૨૮ કવલ હોય છે. મુખને વિકૃત કર્યા વિના સુખે સુખે ચાવીને ખાઈ શકાય તેવું જે કવલનું માપ તે કવલ કહેવાય છે. જઘન્ય ઉણોદરી પુરુષને ૩૧ કપલ અને સ્ત્રીને ૨૭ કવલ છે. ઉત્કૃષ્ટ ઉણોદરી પુરુષને ૮ કવલ અને સ્ત્રીને ૭ કવલ છે. અહીં આઠ કે સાત કોળીયાના માપ કરતાં આપણી સ્વાભાવિક જરૂરીયાતનો ચોથા ભાગનો આહાર કરવો તે ઉત્કૃષ્ટ ઉણોદરી સમજવી. | ઉણોદરીથી અપ્રમત્તતા, અલ્પનિદ્રા, સંતોષ આદિ ગુણો વિકસે છે. સ્વાધ્યાય આદિ સાધના સુખપૂર્વક થાય છે. ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રહેવાથી સંયમની રક્ષા અને સંયમની વૃદ્ધિ થાય છે. (૩) વૃત્તિ પરિસંખ્યાન - વૃત્તિ એટલે આહારગ્રહણ માટેની માનસિક ઈચ્છા, પરિસંખ્યાન એટલે સંખ્યા ધારવી. આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારનો જ આહાર લેવો. એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિપરિસંખ્યાન અથવા વૃત્તિસંક્ષેપ તપ કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે વિશિષ્ટ અભિગ્રહ ધારવાથી આ પ્રકારનો તપ થઈ શકે છે. દ્રવ્યથીઃ- અમુક સંખ્યામાં જ દ્રવ્યો વાપરવા. ધારો કે પાંચ દ્રવ્યો વાપરવા એવી સંખ્યા નક્કી કરી તો તેટલા જ દ્રવ્યો વાપરવાં તે વૃત્તિપરિસંખ્યાન તપ નથી. પરંતુ તેનાથી અધિક ન વાપરવાનો જે નિયમ છે તે આહારના ત્યાગરૂપ હોવાથી વૃત્તિપરિસંખ્યાન તપ કહેવાય છે. ક્ષેત્રથી - અમુક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય તો અથવા અમુકક્ષેત્રમાં બેસીને જ આહાર વાપરવો એવો નિયમ કર્યો તેમાં અન્ય ક્ષેત્રનો જે ત્યાગ છે તે ક્ષેત્રથી વૃત્તિપરિસંખ્યાન તપ કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy