SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શબ્દાર્થ:- અનશન = આહાર ત્યાગ; અવમૌદર્ય = ઉણોદરી, વૃત્તિપરિસંખ્યાન = દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વૃત્તિનો અભિગ્રહ, રસપરિત્યાગ = સ્વાદિષ્ટ આહારનો ત્યાગ, વિવિક્તશય્યાસન = એકાંત શય્યાસન -સંલીનતા, કાયક્લેશ = કાયાને કષ્ટ પહોંચે તેવા વિવિધ પ્રકારના તપ. સૂત્રાર્થ - અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસારિત્યાગ, વિવિક્તશપ્યાસન, કાયક્લેશ (એમ છ પ્રકારે) બાહ્યતા છે. ભાવાર્થ - વાસનાઓને ક્ષીણ કરવા માટે તથા જોઈતું આધ્યાત્મિક બળ મેળવવા માટે શરીર, ઈન્દ્રિય અને મનને જે તપાવે, અર્થાત કર્મના રસને તપાવે - બાળી નાંખે તે તપ. તપના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ છે. બાહ્યતપ એ અત્યંતરતપનું સાધન છે અત્યંતરતપ એ કર્મક્ષયનું કારણ છે. બાહ્યતપમાં પુદ્ગલદ્રવ્યના ત્યાગની પ્રધાનતા છે અને અત્યંતરતપમાં કષાયોના ત્યાગની પ્રધાનતા છે. સંયમરક્ષા, સંવર, કર્મનિર્જરા વગેરે આત્મકલ્યાણના ધ્યેયથી કરવામાં આવતો તપ જ વાસ્તવિક તપ છે. સંસારસુખની બુદ્ધિથી કે રોગનાશની બુદ્ધિથી અથવા પરાધીનતા આદિ કારણોથી કરાયેલો તપ નિર્જરાનું કારણ બનતો નથી. આવો તપ સાચો તપ નથી. બાહ્યતપના ભેદ નીચે પ્રમાણે છે. (૧) અનશન - અશન એટલે આહાર, તેનો ત્યાગ તે અનશન. તેના બે ભેદ છે. ઈવરકાલિક અનશન અને યાવજીવિક અનશન. થોડા સમય માટે અથવા અમુક પરિમિત કાળ પુરતો આહારનો ત્યાગ કરવામાં આવે તે ઈત્વરકાલિક અનશન. ચૌવિહાર, તિવિહાર, દુવિહાર તથા નવકારશી, પોરસી, એકાસણ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, માસક્ષમણ, યાવત્ છ મહીનાના ઉપવાસ સુધીનો તપ ઈત્વરકાલિક અનશન કહેવાય છે. જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે માવજીવિક અનશન કહેવાય છે માવજીવિક અનશનના ત્રણ ભેદ છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઈંગિનીમરણ અને પાદપોપગમન .
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy