SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯, સૂત્ર-૧૯ ૩૦૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સંજ્વલન લોભમાં પણ બાદ સંજ્વલન લોભનો ક્ષય કે ઉપશમ થયા બાદ ફકત સૂક્ષ્મ લોભનો જ ઉદય ચાલુ હોય ત્યારે જીવને જ ચારિત્ર હોય છે તેને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્રનો કાળ માત્ર અંતમુહૂર્ત હોય છે. આ ચારિત્ર ઉપશમ શ્રેણીમાં ચઢતા કે પડતા જીવને તથા ક્ષપકશ્રેણીમાં ચઢતા જીવને હોય છે. શંકા :- યથાખ્યાત ચારિત્ર સમજાવો ? સમાધાન :- યથા એટલે જેવું, શાસ્ત્રોમાં અર્હત્ ભગવંતોએ ખ્યાત અર્થાત્ કહ્યું છે તેવું ચારિત્ર તે યથાખ્યાતચારિત્ર. બીજી રીતે કહીએ તો કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર. ઉપશાંતમોહ(૧૧મુ ગુણસ્થાન), ક્ષીણમોહ (૧૨મુ ગુણસ્થાન), સયોગી કેવળી (૧૩મુ), અને અયોગી કેવળી (૧૪મુ). ૧૧મા ગુણસ્થાને કષાયનો સર્વથા ઉપશમ હોય છે. મોહનીય કર્મ સત્તામાં છે પણ ઉદયમાં નથી. તે વખતનું ચારિત્ર ઉપશાંત યથાખ્યાત ચારિત્ર ૧૨, ૧૩ અને ૧૪માં ગુણસ્થાનકે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર છે તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. શંકા :- વર્તમાન કાળે સાધુઓને પાંચમાંથી ક્યા ચારિત્ર હોઈ શકે ? સમાધાન :- ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને ઈત્વરકાલિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્ર જ હોય છે. સૂત્ર (૯-૧૯) પ્રયોજન ઃ ચારિત્રનું વર્ણન સમાપ્ત કરીને હવે બાહ્ય તપના છ ભેદ આ સૂત્રમાં જણાવે છે अनशनावमौदर्य - वृत्तिपरिसंख्यान - रसपरित्याग विविक्तशय्यासन - कायक्लेशा बाह्यं तपः અનશનાવમોદર્ય-વૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગ વિવિક્તશય્યાસન-કાયક્લેશા બાહ્યં તપઃ અનશન - અવમૌદર્ય - વૃત્તિપરિસંખ્યાનરસપરિત્યાગ વિવિક્તશય્યાસન-કાયક્લેશા બાહ્યં તપઃ ૧-°° ૯-૧૯ ૯-૧૯
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy