SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ અધ્યાય : ૯, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શંકા - પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં તપની વિધિ શું છે ? સમાધાનઃ- નવ સાધુઓ આ તપ કરે છે. નવથી ઓછા ન હોય અને નવથી વધારે પણ ન હોય. તેમાં ચાર સાધુઓ જે સમયે પરિહાર તપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે ઋતુ પ્રમાણે તપ કરે અને પારણામાં આયંબિલ કરે. આ તપ છ મહિના સુધી ચાલે. ચાર સાધુઓ તપસ્વી સાધુઓની સેવા કરે અને એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. વાચાનાચાર્ય આઠેય સાધુઓને વાચના આપે. સેવા કરનાર ચાર સાધુ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે. છ મહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુઓ તપ કરે અને જે તાપ કરતા હતા તે વૈયાવચ્ચ (સેવા) કરે. આ તપ પણ છ મહીના સુધી ચાલે. વાચનાચાર્ય તે જ હોય છ મહિના પછી વાચનાચાર્ય પોતે તપ શરૂ કરે. તે તપ પણ છ મહિના સુધી ચાલે. બાકીના આઠ સાધુઓમાંથી એક વાચનાચાર્ય બને અને સાત સાધુ તપસ્વીની સેવા કરે આ આઠેય સાધુઓ (૭ સેવા કરનારા અને ૧ વાચનાચાર્ય) દરરોજ આયંબિલ કરે. આ રીતે ૧૮ મહિને તપ પૂરો થાય. શંકા :- પરિહાર તપમાં ઋતુ પ્રમાણે તપ કરે એટલે શું? સમાધાનઃ- ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અટ્ટમ શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અટ્ટમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ ચોમાસામાં જઘન્ય અટ્ટમ, મધ્યમ ચાર ઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગમે તે પ્રકારનો તપ કરે. શંકા - સૂક્ષ્મ સંપરાય ચારિત્ર એટલે શું? સમાધાન - સંપરાય એટલે લોભકષાય. સૂક્ષ્મ લોભને કર્મગ્રંથની પરીભાષામાં દશમુ ગુણસ્થાનક કહ્યું છે. મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિમાંથી ૨૭નો ક્ષય કે ઉપશમ થયો હોય, ફક્ત સંજવલન લોભનો ઉદય જ બાકી હોય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy