SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૮ ૨૯૯ બાવીસ તીર્થંકરના કાળે અને મહાવિદેહક્ષેત્રમાં સર્વ તીર્થંકરોના કાળે જીવો નિરતિચાર ચારિત્ર પાળવા સમર્થ હોવાથી તેમનું ચારિત્ર યાવજ્જીવ સામાયિક ચારિત્ર કહેવાય છે. યાવજ્જીવ ચારિત્રમાં ઈત્વરકાલિક અને છેદોપસ્થાપ્ય ચારિત્ર હોતા નથી. દીક્ષાના પહેલા દિવસથી જ યાવજ્જીવ ચારિત્ર હોય છે. શંકા :- છેદોપસ્થાપ્ય ચારિત્ર એટલે શું ? સમાધાન :- પ્રથમ દીક્ષા (કાચી દીક્ષા) બાદ વિશિષ્ટ શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ માટે જે જીવન પર્યંતની ફરી દીક્ષા આપવામાં આવે છે એટલે કે પ્રથમ દીક્ષા (કાચી દીક્ષા)નો છેદ કરી ફરી નવેસરથી વડી દીક્ષાનું જે આરોપણ કરવામાં આવે છે તેને છેદોપસ્થાપ્ય ચારિત્ર કહેવાય છે. શંકા :- છેદોપસ્થાપ્ય ચારિત્ર ક્યારે હોય ? અને કોને હોય ? સમાધાન :- છેદોપસ્થાપ્ય ચારિત્ર ભરત-ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળે જ હોય છે. મહાવિદેહક્ષેત્રના સાધુઓને છેદોપસ્થાપ્ય ચારિત્ર હોતું નથી. શંકા :- પરિહારવિશુદ્ધિ એટલે શું ? સમાધાન :- પરિહાર એટલે ત્યાગ અર્થાત્ ગચ્છના ત્યાગવાળો જે તપ અને તેનાથી થતી ચારિત્રની વિશુદ્ધિ તે પરિહારવિશુદ્ધિ. શંકા :- પરિહારવિશુદ્ધિ ચારિત્ર કોણ લઈ શકે ? સમાધાન :- પ્રથમ સંઘયણવાળા પૂર્વધરો જ આ ચારિત્ર લઈ શકે. આ ચારિત્રનો સ્વીકાર કરવાના અધિકારી બે પ્રકારે જીવો કહ્યા છે. (૧) તીર્થંકર પરમાત્મા પાસે ચારિત્ર ગ્રહણ કરનારા. (૨) તીર્થંકર પરમાત્મા પાસે જેમણે ચારિત્ર ગ્રહણ કર્યું છે તેમની પાસે ચારિત્ર ગ્રહણ કરનારા. શંકા :- ભરત-ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરોના તીર્થમાં પરિહારવિશુદ્ધ ચારિત્ર હોય ? સમાધાન :- હા હોય છે પરંતુ બે પાટ પરંપરા સુધી જ હોય છે. જેમ કે આ તીર્થમાં જંબુસ્વામી (બીજી પાટ) ના નિર્વાણ બાદ આ ચારિત્રનો વિચ્છેદ થયો. ફકત સુધર્માસ્વામી અને જંબુસ્વામી સુધી જ પરિહારવિશુદ્ધ ચારિત્ર હતું.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy