________________
અધ્યાય : ૯, સૂત્ર-૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપ૨ાય અને યથાખ્યાત. શંકા :- શું સામાયિક ચારિત્ર બીજા ભેદોમાં સમાયેલું નથી ?
સમાધાન :- તમારો પ્રશ્ન યોગ્ય છે. સામાયિક ચારિત્ર બધા ભેદોમાં વ્યાપ્ત છે
પરંતુ પછી પછીના ચારિત્રો આત્મ વિકાસની કક્ષા અનુસાર દર્શાવ્યા છે અર્થાત્ ક્રમસ ચારિત્રના ભેદમાં આત્મશુદ્ધિ વિશેષ છે.
શંકા :- સામાયિકને ચારિત્ર કેમ કહ્યું ?
સમાધાન :- શ્રાવકનું સામાયિક ૪૮ મિનિટનું હોય છે એટલે ૪૮ મિનિટ માટે તે દેશવિરતિધર કહેવાય છે અને આ દ્રવ્યથી ચારિત્ર કહી શકાય. જ્યારે સાધુ માટે સામાયિક જીવનભર હોય છે એટલે તે (સાધુ) સર્વવિરતિધર કહેવાય.
૨૯૮
સામાયિક = સમ + આય + ઈક, સમ = સમતા, આય = લાભ. જેનાથી સમતાનો લાભ થાય તે સામાયિક. આ શબ્દમાં ઈક પ્રત્યય છે.
અનાદિકાળની આત્માને વિષમ સ્થિતિમાંથી સમ (સમતાભાવમાં એટલે કે સમતાવાળી) સ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર. વર્તમાન ભાષામાં સામયિક ચારિત્ર એટલે ‘દીક્ષા’
શંકા :- ઈત્વરકાલિક સામાયિક કોને કહેવાય ? વર્તમાનમાં આ સામાયિક છે?
સમાધાન :- ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થંકર પરમાત્માના કાળમાં જીવો ઋજુ અને જડ તથા વક્ર અને જડ હોવાથી દીક્ષાના પ્રથમ દિવસથી નિરતિચાર (દોષ વગરનું) ચારિત્ર પાળી શકતા નથી. તે માટે જ્યાં સુધી વિશિષ્ટ અભ્યાસ અને અનુભવ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી કાચી દીક્ષા અથવા ઈત્વરકાલિક સામાયિક ચારિત્ર અપાય છે. ઉત્કૃષ્ટથી કાચી દીક્ષા છ મહિના સુધી રહે છે.
શંકા :- વડી દીક્ષા અને યાવજ્જીવ સામાયિકનો અર્થ સરખો છે ?
સમાધાન :- ના. પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળે સાધુઓને પ્રારંભમાં કાચી દીક્ષા (ઈત્વરકાલિક) અને પછી વડી દીક્ષા (છેદોપસ્થાપ્ય ચારિત્ર) આપવામાં આવે છે. તેમને યાવજ્જીવ સામાયિક ચારિત્ર હોતું નથી. પણ જુનુ છેદીને નવું આપ્યું છે તે માટે છેદોપસ્થાપ્ય કહેવાય છે.