SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૮ ૨૯૩ આ સામાયિક ચારિત્રના બે ભેદ છે. (૧) ઈતરકાલિક અને (રમાવજીવિક. અલ્પકાળ રહેનાર સામાયિક ઈવરકાલિક છે. ઈતરકાલિક સામાયિકને ચાલુ ભાષામાં લઘુ દીક્ષા અથવા કાચી દીક્ષા કહેવાય છે. જીવનપર્યત રહેનાર સામાયિક ને યાવજીવિક કહેવાય છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરપ્રભુના કાળમાં જીવો અનુક્રમે ઋજુ અને જડ તથા વક્ર અને જડ હોવાથી નિપુણતા આદિ વિશિષ્ટ ગુણો રહિત હોવાના કારણે ચારિત્ર સ્વીકારતાની સાથે જ નિરતિચાર (નિર્દોષ) ચારિત્ર પાળી શકતા નથી. તેથી ચારિત્ર લીધા પછી નિરતિચાર ચારિત્ર પાળી શકે તે માટે વિશિષ્ટ અભ્યાસ અને વિશિષ્ટ ક્રિયા કરવી પડે છે ચારિત્ર લીધા પછી શાસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો અભ્યાસ અને યોગોáહન આદિ ક્રિયા કરવા દ્વારા નિરતિચાર ચારિત્ર પાળવામાં નિપુણ બને છે. આ પ્રમાણે નિપુણતા આવ્યા બાદ ફરીથી બીજીવાર દીક્ષા અપાય છે. પ્રથમ જે ચારિત્ર આપવામાં આવ્યું તે ચારિત્ર દીક્ષાના દિવસથી પ્રારંભીને ફરીથી બીજીવાર દીક્ષા (વડી દિક્ષા) ન અપાય ત્યાં સુધી જ રહેનાર હોવાથી તે અલ્પકાલીન સંયમને ઈન્વરકાલિક સામાયિક ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના કાળે જ હોય છે અને દીક્ષાના પ્રથમ દિવસથી પ્રાયઃ ઉત્કૃષ્ટથી છ મહીના સુધી હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ તીર્થકરોના કાળ અને ભરત ઐરાવતમાં બાવીસ તીર્થકરોના કાળે જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી પ્રથમ દિવસથી જ સાવદ્યયોગના ત્યાગની સાથે જ ચાર મહાવ્રતોવાળું ચારિત્ર (સંયમ) આપવામાં આવે છે કે જે ચારિત્ર નિરતિચાર પણે પાળવા સમર્થ હોવાથી માવજીવ માટેનું હોય છે. તે માવજીવ સામાયિક ચારિત્ર કહેવાય છે. આ જીવોને સંયમ આપવામાં લઘુદીક્ષા અને વડીદીક્ષા એવો ભેદ હોતો નથી. સ્ત્રી સાથે વ્યવહારના ત્યાગનું અને ધન સાથેના વ્યવહારના ત્યાગનું ચોથું અને પાંચમું વ્રત સાથે કરેલ હોવાથી તેઓને સદાકાળ ચાર જ મહાવ્રત હોય છે. (૨) છેદોપસ્થાપ્ય :- જેમાં જુના ચારિત્રનો (પૂર્વ પર્યાયનો) છેદ કરી નવું ચારિત્ર (નવા પર્યાયવાળું ચારિત્ર) આપવામાં આવે તે છેદોપસ્થાપ્ય ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર પાંચ ભારત અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરોના કાળે સાધુઓને લઘુદીક્ષા આપ્યા પછી જ્યારે વડીદીક્ષા અપાય ત્યારથી હોય છે. આ પ્રમાણે ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરોના કાળે પ્રારંભમાં ઈતરકાલિક સામાયિક (લઘુદીક્ષા) અને વડીદીક્ષા બાદ છેદોપસ્થાપ્ય ચારિત્ર હોય છે. બાવીસ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy