________________
અધ્યાય : ૯, સૂત્ર-૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
ઉદાહરણ તરીકે એક જીવને ગણિતનું સારું જ્ઞાન હોય અને નૃત્યકળાનું જ્ઞાન ન પણ હોય એટલે પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો એકી સાથે હોઈ શકે છે.
૨૯૨
સૂત્ર (૯-૧૮) પ્રયોજનઃ- ચારિત્રના પાંચ ભેદ જણાવે છે. सामायिक छेदोपस्थाप्य परिहारविशुद्धि सूक्ष्मसंपराय यथाख्यातानि चारित्रम् સામાયિક છેદોપસ્થાપ્ય પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય યથાખ્યાતાનિ ચારિત્રમ્ સામાયિક છેદોપસ્થાપ્ય પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય યથાખ્યાતાનિ ચારિત્રમ્
૯-૧૮
શબ્દાર્થ :- ભાવાર્થમાં દરેક પ્રકારના ચારિત્રનો અર્થ આવી જાય છે.
૧-૨૮
૯-૧૮
સૂત્રાર્થ :- સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એમ ચારિત્ર પાંચ પ્રકારે છે.
ભાવાર્થ :- (૧) સામાયિક :- ‘સમ’ એટલે સમતાભાવ, ‘આય’ એટલે લાભ. સમતાભાવનો લાભ થાય તેને સામાયિક ચારિત્ર કહેવાય છે. જો કે છેદોપસ્થાપ્ય આદિ બાકીના ચાર ચારિત્રોમાં પણ સમતાભાવની પ્રાપ્તિરૂપ સામાયિક ચારિત્ર તો છે જ તો પણ જુના ચારિત્રનો છેદ અને નવા ચારિત્રની ઉપસ્થાપના આદિ વિશિષ્ટ પ્રયોગો જેમાં નથી તેવા સામાન્ય ચારિત્રને સામાયિક ચારિત્ર કહેવાય છે. છેદ - ઉપસ્થાપના આદિ વિશિષ્ટ પ્રયોગો જેમાં છે તે ચારિત્રને સામાયિક સ્વરૂપ હોવા છતાં પણ છેદોપસ્થાપનીય આદિ વિશેષ નામોથી વ્યવહાર કરાય છે.
કષાયોની અલ્પતા :- આંશિક સમતાભાવ તે નિશ્ચય સામાયિક ચારિત્ર છે અને સર્વ સાવદ્યયોગોનો (પાપોનો) ત્યાગ તથા પાંચ મહાવ્રતોનું પાલન તે વ્યવહાર સામાયિક ચારિત્ર કહેવાય છે. બાહ્ય પ્રવૃત્તિને વ્યવહાર કહેવાય અને આંતરિક આત્મપરિણતિને નિશ્ચય કહેવાય છે.