________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૭
૨૯૧ સૂત્ર (૯-૧૭) પ્રયોજન - એક જીવને એકી સાથે કેટલા પરીષહો સંભવે? તે જણાવે છે.
एकादयो भाज्या युगपदेकोनविंशतेः ९-१७ એકાદયો ભાયા યુગપદેકોવિંશતઃ ૯-૧૭ એકાદયો ભાજ્યાઃ યુગપ એકોનવિંશતઃ ૯-૧૭
શબ્દાર્થ :- એકાદય = એકથી માંડીને, ભાયા= વિકલ્પ, સંભવે, યુગપદ્ = એકીસાથે, એકોનવિંશતિ = ઓગણીસ.
સૂત્રાર્થ :- એક જીવને એકી સાથે એકથી આરંભીને વધુમાં વધુ ઓગણીસ પરીષહો હોઈ શકે છે.
ભાવાર્થ :- આગળ જણાવેલા રર પરીષહોમાં શીત અને ઉષ્ણ આ બે પરીષહો પરસ્પર વિરોધી છે. શીત હોય ત્યારે ઉષ્ણ ન હોય અને ઉષ્ણ હોય ત્યારે શીત ન હોય.
ચર્યા, નિષદ્યા અને શય્યા આ ત્રણ પરીષહો પણ પરસ્પર વિરોધી છે. ચર્યા પરીષહ વિહાર કરવા (ચાલવા) સ્વરૂપ છે. નિષદ્યા પરીષહ કાયોત્સર્ગાદિ મુદ્રાએ સ્થિર થવા સ્વરૂપ છે અને શય્યા પરીષહ નિદ્રા સ્વરૂપ છે. તેથી એક જીવને એક કાળે ત્રણમાંથી એક હોય છે, બાકીના બે હોતા નથી. તેથી શીત-ઉષ્ણમાંથી એક અને ચર્યા આદિ ૩ માંથી બે પરીષહો એમ કુલ ત્રણ પરીષહો બાદ કરતાં શેષ ૧૯ પરીષહો એકી સાથે હોઈ શકે છે. વધુમાં વધુ પરીષહો એકી સાથે એક જીવને ૧૯ હોય છે અને જઘન્યથી એક પરીષહ સંભવી શકે છે.
શંકા - પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો પણ પરસ્પર વિરોધી છે તે બંને એક સાથે કેવી રીતે હોય ?
સમાધાન :- પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો વિષયભેદે એકી સાથે હોઈ શકે છે. જે વિષયનું સારું જ્ઞાન હોય તે વિષય સંબંધી પ્રજ્ઞા પરીષહ હોય છે અને તે જ કાળે કોઈ બીજો વિષય જે બિલકુલ ન આવડતો હોય તે વિષયનો અજ્ઞાન પરીષહ પણ સાથે હોઈ શકે છે. માટે ઉત્કૃષ્ટ ૧૯ પરીષહો એકીસાથે એક જીવને હોઈ શકે તે વિધાન બરાબર છે.