________________
૨૯૦
અધ્યાય : ૯, સૂત્ર-૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૫) આક્રોશ પરીષહ :- ક્રોધ મોહનીયના ઉદયથી આવે છે. દુષ્ટ માણસો ગમે તેવા હલકા તિરસ્કારાત્મક અથવા કષાયોત્તેજક વચનો બોલે ત્યારે ક્રોધ કરવાના ભાવ આવે છે. એટલે ક્રોધ મોહનીયનો ઉદય કહેવાય.
(૬) યાચના પરીષહ :- માન મહોનીયના ઉદયથી આવે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આહારાદિની યાચના કરવામાં ભૂતકાળનું સંસારી જીવન સ્મૃતિગોચર થવાથી માનહાનિ, લજ્જા આદિ ભાવો માન કષાયના ઉદયથી થાય છે.
(૭) સત્કાર પુરસ્કાર પરીષહ :- લોભ મોહનીયના ઉદયથી આવે છે. જ્યારે જ્યારે સત્કારાદિ થાય ત્યારે ત્યારે આસક્તિ, મૂર્છા, મમતા અને રાગ, આવા પ્રકારના વિકારી ભાવો, લોભ મોહનીયના ઉદયથી થાય છે.
સૂત્ર (૯-૧૬) પ્રયોજન :- ૨૨માંથી ૧૧ પરીષહો ક્યા કર્મના કારણે છે તે જણાવ્યું. આ સૂત્રમાં બાકીના ૧૧ પરીષહોનું કારણ જણાવે છે.
वेदनीये शेषाः
૧-૬
વેદનીયે શેષાઃ
૯-૧૬
વેદનીયે શેષાઃ
૯-૧૬
--
શબ્દાર્થ :- વેદનીયે = વેદનીય કર્મના ઉદય વખતે, શેષા પરીષહો)
=
બાકીના (૧૧
સૂત્રાર્થ :- બાકીના ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એમ ૧૧ પરીષહો વેદનીયના ઉદયે હોય છે.
ભાવાર્થ :- ક્ષુધા, પિપાસા આદી અગિયાર પરીષહો પીડા ઉપજાવનારા છે, અને પીડા અસાતા વેદનીયના ઉદયથી આવે છે. અહીં એક વાત સ્પષ્ટ સમજાય છે કે ક્ષુધા, પિપાસા આદિ ૧૧ પરિષહો આ સૂત્ર પ્રમાણે વેદનીય કર્મના ઉદયથી થાય છે. સૂત્ર ૯-૧૧ પ્રમાણે જિનેશ્વર પરમાત્માને આ જ ૧૧ પરીષહો હોય છે તેથી તેરમા અને ચૌદમા ગુણઠાણે વર્તતા કેવલી પ૨માત્માને ક્ષુધા-પિપાસા આદિ પરીષહો હોય છે.