SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૧૫ ૨૮૯ સૂત્ર(૯-૧૫) પ્રયોજન :- ચારિત્રમહોનીય કર્મના ઉદયે કેટલા પરીષહો હોય ? તે -- જણાવે છે. चारित्रमोहे नाग्न्याऽरति स्त्री निषधाऽऽक्रोश याचना सत्कारपुरस्काराः ચારિત્રમોહે નાખ્યાઽરતિ-સ્ત્રી-નિષદ્યાઽક્રોશ યાચના સત્કારપુરસ્કારાઃ ચારિત્રમોહે નાન્ય અરતિ સ્ત્રી નિષઘા - - ૯-૧૫ આક્રોશ યાચના સત્કાર પુરસ્કારાઃ શબ્દાર્થ:- દરેક શબ્દ પરીષહનું નામ સૂચવે છે. = સૂત્રાર્થ ઃ- નાગ્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર (કુલ સાત પરીષહો) ચારિત્ર મહોનીયના ઉદયથી હોય છે. ૯-૧૫ ભાવાર્થ:- જૈન શાસ્ત્રોમાં ચારિત્ર મોહનીય કર્મના ૧૬ કષાય અને ૯ નોકષાય એમ કુલ ૨૫ ભેદ છે. સૂત્રમાં જણાવેલા સાત પરીષહો નીચે મુજબ કર્મોના ઉદયથી આવે છે. (૧) નાખ્ય પરીષહ :- જુગુપ્સા મોહનીયના ઉદયથી આવે છે. કારણકે સંપૂર્ણ નગ્નતા, અલ્પમૂલ્યવસ્ત્ર કે જીર્ણવસ્ત્રને ધારણ કરવામાં જુગુપ્સા થતી હોય છે, એટલે કે તિરસ્કાર-અણગમો થતો હોય છે. (૨) અરિત પરીષહ :- અતિ મોહનીયના ઉદયથી આવે છે. સંયમી જીવનમાં આહારની, પાણીની, વસ્ત્રોની, વસતિની વગેરે અનેક પ્રકારની પ્રતિકુળતાઓ આવે છે. તે વખતે સંયમમાં અપ્રીતિભાવ થવાનો સંભવ છે. (૩) સ્ત્રી પરીષહ :- પુરૂષવેદ મોહનીયના ઉદયથી આવે છે. કામવાસના તથા તેવા પ્રકારની બુદ્ધિથી સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ કરવાનું કામ પરૂષવેદના ઉદયથી થાય છે. (૪) નિષદ્યા પરીષહ :- ભય મોહનીયના ઉદયથી આવે છે. ઉપાશ્રયની અંદર-બહાર, ચૌટામાં અને સ્મશાન આદિ સ્થાનોમાં સંયમની સાધના કરતાં કરતાં દુષ્ટ મનુષ્યો અને ભૂતપ્રેતાદિ તરફથી ભયો પ્રગટ થાય છે. તેથી ચિત્ત ભયભીત રહે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy