________________
૨૮૮
અધ્યાય : ૯, સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૧૪) પ્રયોજન - દર્શનમોહનીય અને અંતરાયકર્મના ઉદયે ક્યા ક્યા પરીષહો હોય? તે જણાવે છે.
दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ૧-૨૪ દર્શનમોહન્તરાયયોરદર્શનાલાભો ૯-૧૪ દર્શનમોહ-અન્તરાયયોઃ અદર્શનઃ અલાભી ૯-૧૪
શબ્દાર્થ દર્શન મોહ. = દર્શન મોહનીય કર્મ, અદર્શન = અદર્શન પરીષહ, અન્તરાય = અંતરાય કર્મ, અલાભ = અલાભ પરીષહ.
સૂત્રાર્થ :- દર્શનમોહનીય કર્મ અને અંતરાય કર્મના ઉદયે અનુક્રમે અદર્શન પરીષહ અને અલાભ પરીષહ થાય છે.
ભાવાર્થ :- દર્શન મોહનીયના ત્રણ ભેદ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય.
જીવને પ્રાપ્ત થયેલા સમ્યક્તને મલીન કરવાનું કામ સમ્યકત્વ મોહનીય કરે છે. જૈન ધર્મ ઉપર પ્રીતિ કે અપ્રીતિ ન થવા દેવાનું કામ મિશ્ર મોહનીય કરે છે. અરૂચિ ઉત્પન્ન કરવાનું કામ મિથ્યાત્વ મોહનીય કરે છે.
આ રીતે ત્રણે દર્શન મોહનીય કર્મનો ઉદય દર્શનગુણને એટલે કે સમ્યક્ત ગુણને મલન કરવાનું, અર્થાત્ નાશ કરવાનું કામ કરે છે તેથી અદર્શનભાવ (સમ્યકત્વના અભાવરૂપ ભાવ) લાવે છે. માટે દર્શનમોહનીયના ઉદયથી અદર્શન પરીષહ આવે છે. જેમ જેમ આ ત્રણ દર્શન મોહનીયનો ક્ષયોપશમ વધે અથવા ક્ષાયિકભાવ આવે તેમ તેમ આ દર્શન પરીષહનો વિજય ગણાય છે. અંતરાય કર્મમાં લાભાંતરાય કર્મના ઉદયથી અલાભ પરીષહ આવે છે.