SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ અધ્યાય : ૯, સૂત્ર-૧૨-૧૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૧૨) પ્રયોજન - ૯મા ગુણસ્થાનકે કેટલા પરિષહો હોય? તે જણાવે છે. बादरसंपराये सर्वे ९-१२ બાદરભંપરાયે સર્વે ૯-૧૨ બાદર સંપરાયે સર્વે ૯-૧૨ શબ્દાર્થ :- બાદર = શૂળ, સંપરાય = કષાય, સર્વે = બધા (પરીષહો) સૂત્રાર્થ :- બાદર સંપરાય (નવમા ગુણ સ્થાને) સર્વે (પરીષહો હોય છે.) ભાવાર્થ :- બાદર સંપરાય એટલે સ્થૂલ કષાય. જ્યાં સુધી આ પૂલ કષાયોનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એટલે કે નવમાં ગુણસ્થાનક સુધી રર પરષોનું અસ્તિત્વ સંભવે છે. અર્થાત ૬-૭-૮-૯ ગુણ સ્થાનકોમાં બાવીસે બાવીસ પરીષહો હોય છે, કારણ કે ત્યાં સર્વ કર્મોનો ઉદય ચાલું છે હવે પછીના ચાર સૂત્રોમાં ક્યા ક્યા કર્મના ઉદયથી ક્યા ક્યા પરીષહો આવે? તે જણાવે છે. સૂત્ર (૯-૧૩) પ્રયોજન - જ્ઞાનાવરણીય કર્મના કારણે ક્યા પરીષહો આવે તે જણાવે છે. ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने -રૂ જ્ઞાનાવરણે પ્રજ્ઞાડજ્ઞાને ૯-૧૩ જ્ઞાનાવરણે પ્રજ્ઞા-અજ્ઞાને ૯-૧૩ શબ્દાર્થ:- જ્ઞાનાવરણે = જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં, અજ્ઞાન = અજ્ઞાન પરીષહ, પ્રજ્ઞા = પ્રજ્ઞા પરીષહ સૂત્રાર્થ :- પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરીષહ જ્ઞાનાવરણ કર્મના કારણે હોય છે. ભાવાર્થ :- પ્રજ્ઞા એટલે બુદ્ધિ-વૈભવ. એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે અને અજ્ઞાનતા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. આ બંન્નેનો સાથે સમાવેશ કરવા માટે જ્ઞાનાવરણે પદમાં ગ્રન્થકાર એમ જણાવે છે કે, જ્ઞાનાવરણીય
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy