________________
૨૮૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૯, સૂત્ર-૧૧
સમાધાન :- સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જો કે સંજ્વલન સૂક્ષ્મ લોભનો ઉદય છે. તે તમારી વાત સાચી છે. પણ તે અતિશય અલ્પમાત્રાએ છે. તેથી સ્વકાર્ય કરવા અસમર્થ છે. તેથી આઠ પરીષહો કહ્યા નથી. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી આવતા આઠ પરીષહો (૧) નાગ્ય (૨) અરતિ (૩) સ્રી (૪) નિષઘા (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કાર-પુરસ્કાર અને (૮) અદર્શન પરિષહ એમ કુલ આઠ પરિષહો ૧૦-૧૧-૧૨ ગુણસ્થાનકોમાં સંભવતા નથી.
ઉપર જણાવેલા ૧૪ પરીષહોમાં (૧) અલાભ પરીષહ લાભાંતરાયકર્મના ઉદયજન્ય છે. (૨) પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય છે. (૩) અજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયજન્ય છે. અને બાકીના ૧૧ પરીષહો વેદનીય કર્મના ઉદયજન્ય છે. ૧૦-૧૧-૧૨ ગુણઠાણે અંતરાય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અને વેદનીય કર્મ વિદ્યમાન છે. તેથી ઉપરોક્ત ૧૪ પરિષહો સારી રીતે સંભવે છે.
સૂત્ર (૯-૧૧) પ્રયોજન :- સયોગી કેવળીને કેટલા પરીષહો હોય તે સંબંધી વિચારણા.
एकादश जिने
૧-૨
એકાદશ જિને
૯-૧૧
એકાદશ જિને
૯-૧૧
શબ્દાર્થ :- એકાદશ = અગીયાર, જિને= જિનેશ્વરપ્રભુને
=
સૂત્રાર્થ :- જિનેશ્વર ભગવાનને (૧૩-૧૪ ગુણસ્થાનકવાળા જીવોને) ૧૧ પરીષહો હોય છે.
ભાવાર્થ :- જિનને ઘાતીકર્મોનો ઉદય ન હોવાથી ઘાતીકર્મના ઉદયથી થતા પરીષહો હોતા નથી. જિનને વેદનીયકર્મનો ઉદય હોવાથી વેદનીય કર્મના ઉદયથી થતા ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, અને મલ એ અગિયાર પરીષહો સંભવે છે. જિનેશ્વરોને વેદનીયકર્મનો (સાતા - અસાતા બંને) ઉદય ૧૪મા ગુણઠાણાના ચરમ સમય સુધી કહ્યો છે.