________________
અધ્યાય : ૯, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
નોંધ :- જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ હોય ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય પણ હોય જ. ૬-૭-૮- અને ૯ મા ગુણસ્થાને ૨૨ પરીષહો હોઈ શકે છે.
૨૮૪
૧-૨૦
૯-૧૦
સૂત્ર (૯-૧૦) પ્રયોજન :- પરિષહોની ગુણસ્થાનકોમાં વિચારણા કરે છે. सूक्ष्मसंपराय - छद्मस्थवीतरागयोश्चतुर्दश સૂક્ષ્મસંપરાય - છદ્મસ્થવીતરાગયોશ્ચતુર્દશ સૂક્ષ્મસંપરાય - છદ્મસ્થવીતરાગયોઃ ચર્તુદશ શબ્દાર્થ :- સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક, ચતુર્દશ = ચૌદ
૯-૧૦
૧૦મું ગુણસ્થાનકઃ છદ્મસ્થવીતરાગ = ૧૧-૧૨
સૂત્રાર્થ :- સૂક્ષ્મસંપરાય (ચારિત્રવાળા) અને છદ્મસ્થવીતરાગ (જીવોને) ૧૪ (પરીષહો હોય છે.)
--
ભાવાર્થ :- સૂક્ષ્મસંપ૨ાય એટલે ૧૦મું ગુણસ્થાનક જ્યાં સંજ્વલન લોભનો ઉદય હોય છે. છદ્મસ્થ વીતરાગ એટલે મોહનીય કર્મના ઉદય રહિત ૧૧-૧૨ ગુણસ્થાનક
આ રીતે ૧૦-૧૧-૧૨ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, પ્રજ્ઞા અને અજ્ઞાન એમ ચૌદ (૧૪) પરીષહો હોય છે. અર્થાત આ પરીષહો દસમા અગિયારમા અને બારમા ગુણસ્થાનકે સંભવે છે.
શંકા :- છદ્મસ્થ વીતરાગ કોને કહેવાય ?
સમાધાન :- છદ્મસ્થ વીતરાગ એટલે જેમણે મોહનીયકર્મને સર્વથા ઉપશમાવેલ છે અથવા મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો છે પરંતુ બાકીના છદ્મ કર્મો (આવરણ સ્વરૂપ) હજુ વિદ્યમાન છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે છદ્મ કર્મોના અસ્તિત્વને લીધે તેને છદ્મસ્થ કહ્યું છે. મોહનીય કર્મના સંપૂર્ણ ક્ષય કે ઉપશમને કારણે રાગ ન વર્તતો હોવાથી તેઓને વીતરાગ કહેલા છે. ૧૧-૧૨ ગુણસ્થાનકે છદ્મસ્થ વીતરાગ હોય છે.
શંકાઃ- દસમા ગુણઠાણે સંજ્વલન સૂક્ષ્મ લોભનો ઉદય છે માટે ચારિત્ર મહોનીય કર્મનો ઉદય હોવાથી ત્યાં પણ મોહનીય કર્મના આઠ પરીષહો કહેવા જોઈએ તે કેમ કહેતા નથી ? અને બાકીના ૧૪ જ પરિષહો હોય, આમ શા માટે કહો છો ?