________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૯
૨૮૩ આવા પ્રસંગોમાં પણ જૈન દર્શનથી અલ્પ પણ ચલિત ન થવું. અશ્રદ્ધા ન કરવી, શ્રદ્ધાભંગ ન કરવો અને અન્ય દર્શનો ઉપર શ્રદ્ધા ન કરવી તે અદર્શન પરીષહનો જય કહેવાય છે. જો આવા પ્રસંગોના કારણે જૈન ધર્મ ઉપર અશ્રદ્ધા અને ઈતર દર્શનો ઉપર શ્રદ્ધા-પ્રીતિ થઈ જાય તો અદર્શન પરીષહનો અજય કહેવાય છે. • અઘાતી કર્મોમાંથી ફક્ત વેદનીય કર્મના ઉદયથી (૧૧) પરીષહો આવે છે. ઘાતી
કર્મોમાંથી મોહનીય, જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મો દ્વારા પરીષહો આવે છે. • મોહનીય કર્મથી ચારિત્ર મોહનીય દ્વારા સાત (૭) પરીષહો સંભવી શકે.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ૧ અને ક્ષયોપશમથી ૧ એમ (૨) પરીષહો હોઈ શકે. • અંતરાય કર્મના ઉદયથી ફકત એક (૧) અલાભ પરીષહ હોઈ શકે. દર્શનમોહનીયના ઉદયથી (૧) અદર્શનપરિષહ હોઇ શકે.
વેદનીય કર્મના ઉદયથી આવતા ૧૧ પરીષહોનાં નામ
(૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દેશમશક, (૬) ચર્યા, (૭) વધ, (૮) રોગ, (૯) શય્યા, (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) મલ.
જિનેશ્વર ભગવાનને ફક્ત વેદનીયનો ઉદય હોવાથી ઉપરોક્ત અગિયાર (૧૧) પરીષહો હોઈ શકે છે.
ચારિત્રમોહનીયના કર્મના ઉદયથી (જુગુપ્સા, અરતિ, પુરૂષ સ્ત્રી વેદ, ભય, ક્રોધ, માન, લોભ)
(૧) નાન્ય :- જુગુપ્સામોહ. (૨) અરતિ :- અરતિ મોહ. (૩) સ્ત્રી :પુરુષવેદમોહનીય, (૪) નિષધા :- ભયમોહ, (૫) આક્રોશ :- ક્રોધમોહ, (૬) યાચના :- માનમોહ, (૭) સત્કાર :- લોભમોહનીયના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મના :- (ક્ષયોપશમ દ્વારા) પ્રજ્ઞાપરિષહ અને ઉદય દ્વારા અજ્ઞાન પરિષહ હોય છે.
અંતરાય કર્મના ઉદયથી :- અલાભ (લાભાંતરાયના ઉદયથી) પરિષદ
દર્શન મોહનીય ઉદયથી :- અદર્શન પરિષહ.