SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ અધ્યાય : ૯, સૂત્ર-૯ તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અને વિશિષ્ટ પદવી આપે તે પુરસ્કાર. આવા પ્રકારના સત્કાર-પુરસ્કારના પ્રસંગો આવી પડે તે પરીષહ કહેવાય. તેવા પ્રસંગોની મનમાં અલ્પ પણ ઈચ્છા ન થવી. પ્રસંગો આવી પડે તો મનમાં હર્ષ કે પ્રીતિ ન થવી અને માન-સન્માન ન મળ્યું હોય તો અલ્પ પણ ઉદવેગ કે કલુષિતતા ન થવી તે સત્કાર પરીષહનો જય કર્યો કહેવાય છે. જો માન સન્માનની ઈચ્છા થાય. માન-સન્માન કાળે હર્ષ-પ્રીતિ, અહંકાર થાય અને માન-સન્માન ન થયા હોય તો ચિત્ત કલુષિત થાય તો સત્કાર પરીષહનો અજય કહેવાય છે. (૨૦) પ્રજ્ઞા પરીષહ :- (જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી) વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ તે પ્રજ્ઞા પરીષહ છે. શાસ્ત્રો ભણવામાં પોતાની બુદ્ધિ સારી સહકાર આપતી હોય છતાં તેનો જરાપણ ગર્વ ન કરે. પોતે બહુશ્રુત હોવાથી અનેક લોકોના પ્રશ્નોના ઉત્તર આપી સંતુષ્ટ કરે અને અનેક લોકો તે બહુશ્રુત મહાત્માની બુદ્ધિની પ્રશંસા કરે ત્યારે એવું વિચારે કે “પૂર્વે મારાથી પણ અનંત ગુણ બુદ્ધિવાળા જ્ઞાનીઓ થયા છે. ત્યારે હું કોણ?” તો તેને પ્રજ્ઞા પરીષહ જીત્યો કહેવાય છે. તેમ ન કરે તો અને ગર્વ કરે તો પ્રજ્ઞા પરીષહનો અજય કહેવાય છે. (૨૧) અજ્ઞાન પરીષહ :- (જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી) અજ્ઞાનતા એટલે જ્ઞાનની હીનતા. કર્મના ઉદયથી માસતુષ મુનિની જેમ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્તિ થઈ ન હોય, કોઈપણ જાતનો શાસ્ત્રીય બોધ કે અનુભવ થતો ન હોય તેવા કાળે મુનિનો કોઈ આત્મા તિરસ્કાર કરે, આ મુનિ તો સર્વથા મૂર્ખ છે, અજ્ઞાની છે તેને કંઈ જ ગતાગમ પડતી નથી વગેરે શબ્દો દ્વારા અપમાન કરે તે અજ્ઞાન પરીષહ કહેવાય. તે સમયે સમતા રાખવી પરંતુ મનમાં ગ્લાનિ કે ક્લેશ ન કરવો અને તિરસ્કાર કરનારા ઉપર દ્વેષ થાય નહિ તે અજ્ઞાન પરીષહનો વિજય અથવા પરીષહનો જય કહેવાય છે. મનમાં દુઃખ લાગે અને તિરસ્કાર કરનારા ઉપર દ્વેષ થાય તો પરીષહનો અજય અથવા અવિજય કહેવાય છે. (રર) અદર્શન પરીષહ - (દર્શનમોહનીયના ઉદયથી) જૈન દર્શનના શાસ્ત્રોમાં કહેલા કેટલાક અતીન્દ્રિય ભાવો પ્રત્યક્ષ ન દેખાય. ઘણી તપશ્ચર્યા, સાધના કરવા છતાં પણ અવધિજ્ઞાન જેવી વિશિષ્ટ લબ્ધિઓ ઉત્પન્ન ન પણ થાય અને બુદ્ધિહીનતાના કારણે ન પણ સમજાય ત્યારે જૈન ધર્મ ઉપર અશ્રદ્ધા થવાના પ્રસંગો ઉભા થાય. ઈતર દર્શનોમાં કોઈ બાવા-જતી-જોગી લોકો માયાના જોરે ચમત્કારો અને પ્રભાવો દેખાડે ત્યારે તેમાં અંજાઈ જઈ તે દર્શનો ઉપર શ્રદ્ધા થવાના પ્રસંગો આવે તે અદર્શન પરીષહ કહેવાય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy