________________
૨૮૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૯
(૧૫) અલાભ પરીષહ :- (લાભાંતરાય કર્મના ઉદયથી)
માન અને લજ્જા છોડીને ઘેર ભિક્ષા માંગવા છતાં નિર્દોષ આહાર કે જરૂરી વસ્તુ ન મળે તો લાભાંતરાય કર્મનો ઉદય છે અથવા સહેજે તપ વૃદ્ધિ થાય છે એમ સમજી ઉગ ન કરવો તે અલાભ પરીષહનો જય કર્યો કહેવાય છે. તેથી ઉલ્યું વર્તન હોય તો અલાભ પરીષહનો અજય કહેવાય છે.
(૧૬) રોગ પરીષહ :- (અશાતા વેદનીય કર્મના ઉદયથી)
શરીરમાં ટીબી, કેન્સર વગેરે કોઈપણ રોગ થવો તે રોગ પરીષહ કહેવાય. શરીરમાં રોગ આવે ત્યારે સમભાવે સહન કરવો અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ અનાસક્ત ભાવે રોગની ચિકિત્સા કરવી અને કરાવવી તે રોગ પરિષહનો જય કર્યો કહેવાય છે. રોગ આવે ત્યારે ચિંતા કરવી તથા શાસ્ત્ર મર્યાદા ઓળંગીને ઉપાયો કરવા તે રોગ પરીષહનો અજય કહેવાય છે.
(૧૭) તૃણ સ્પર્શ પરીષહ:- (અશાતા વેદનીય કર્મના ઉદયથી)
ગચ્છમાં રહેનારા અને ગચ્છથી અલગ વિચરનારા એ બંને પ્રકારના સાધુઓને અમુક સંયોગોમાં પોલાણ રહિત ઘાસનો ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. આથી જરૂર પડે ત્યારે ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટો પાથરીને સૂવે, અથવા સંજોગોવશાતુ માત્ર ઘાસ ઉપર પણ સવ પડે. તે વખતે તણની અણીઓ શરીરને ખુંચે તો પણ ઉદ્વેગ ન કરે તે તૃણસ્પર્શ પરીષહ. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી કે વસ્ત્રની ઈચ્છા ન કરવી તે પરીષહનો જય કહેવાય છે. ઉદ્વેગવાળા અથવા અપ્રીતિવાળા બને તો તે પરીષહનો અજય કહેવાય છે.
(૧૮) મલ પરીષહ :- (વેદનીય કર્મના ઉદયથી)
મલ એટલે શરીરપરનો મેલ. મુનિઓને અકાયની વિરાધના ન થાય તેટલા માટે સર્વ સાવદ્યયોગોનો ત્યાગ હોય છે તેથી સ્નાનાદિ ક્રિયા હોતી નથી. આથી શરીર ઉપર મેલ થાય તે મલપરીષહ. મેલ ઉતારવાની કે સ્નાન કરવાની મનોવૃત્તિ ન થવી તે મલ પરીષહનો જય કર્યો કહેવાય છે. અને મેલને દૂર કરવો અથવા દૂર કરવાની કે સ્નાનાદિની ઈચ્છા થવી તે મલ પરીષહનો અજય કહેવાય છે.
(૧૯) સત્કાર (પુરસ્કાર) પરીષહ :- (લોભ મોહનીયના ઉદયથી)
આ જીવનમાં કોઈપણ પ્રકારની ગુણવત્તા અથવા વિશિષ્ટતા હોય અને તેના કારણે બીજા લોકો તેની પ્રશંસા કરે, સન્માન કરે, સત્કાર કરે અને લોકોમાં મોટા બનાવે