________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૯
૨૭૯ (૮) સ્ત્રી પરીષહ :- (પુરૂષવેદ નામના મોહનીય કર્મના ઉદયથી)
સંયમી મહાત્માની સામે કોઈ સ્ત્રી કામવાસના વધે તેવા હાવભાવ કરે, શરીરના અંગોનું પ્રદર્શન કરે, હાસ્યાદિ ચેષ્ટા કરે, શરીરની ટાપટીપ કરી મનને ચલિત કરવા પ્રયત્ન કરે, કામભોગ માટે પ્રાર્થના કરે તો પણ તેમાં ન જોડાવું અને તે બધા ભાવોની ઉપેક્ષા કરવી. શરીર એ અશુચિનો ઉકરડો છે એમ સમજી મનને મક્કમ રાખી, અલ્પમાત્રાએ પણ વાસના ન થવા દેવી તે સ્ત્રી પરીષહનો જય કહેવાય છે.
જે મનમાં રતિ-પ્રીતિ થાય, વાસના જન્મ, સ્ત્રીના અંગોપાંગ તરફ દ્રષ્ટિ જાય તો સ્ત્રી પરીષહનો અજય કહેવાય છે.
(૯) ચર્યા પરીષહ :- (વેદનીય કર્મના ઉદયથી)
સ્વીકારેલા ધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગપણે જુદા - જુદા સ્થાનોમાં વિહાર કરવો અને કોઈપણ એક સ્થાનમાં સ્થિરવાસ ન સ્વીકારવો તે ચર્ચા પરીષહ, શાસ્ત્રમાં કહ્યા મુજબ ચોમાસાનો એક અને બાકીના આઠ મહીનાના આઠ એમ નવકલ્પી વિહાર કરવો, પરંતુ એક ગામમાં એક માસથી વધારે રહેવું નહીં અને ચોમાસામાં ચાર માસથી વધારે રહેવું નહીં. કારણ કે એક સ્થાને વધારે રહેવાથી પરિચય વધે, રાગ થાય અને કાલાન્તરે પતન થાય.
નવકલ્પી વિહાર કરતા લાંબા રસ્તા આવવાથી, નિર્જન રસ્તા આવવાથી તથા રસ્તામાં કાંટા, કાંકરા આવવાથી ઉદ્વેગ-કંટાળો-થાક-અરતિ વગેરે થાય તે ચર્યા પરીષહ કહેવાય, તેવા પ્રસંગે ઉદવેગ - અરતિ ન કરવા એ ચર્યાપરીષહનો જય કર્યો કહેવાય છે.
આથી ઉર્દુ અરતિ, ઉદ્વેગ કે દ્વેષ કરવા, વિહાર ન કરીને એક સ્થાને જ વધારે રહેવું અથવા નજીકના ગામમાં રહેવું અને મોહને પોષવો તે ચર્યા પરીષહનો અજય કહેવાય છે.
(૧૦) નિષદ્યા પરીષહ :- (ભય મોહનીય કર્મના ઉદયથી)
નિષદ્યા એટલે વસતી, ઉપાશ્રય આદિ સ્થાન ત્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષધા પરીષહ કહેવાય છે. વિના કારણે મુનિને ક્યાંય જવાનું ન હોય તેથી સ્ત્રી-પશુ-નપુંસક વિનાના સ્થાનમાં વિધિપૂર્વક બેસી ધર્મધ્યાન, સ્વાધ્યાય કરવાના હોય છે. તેથી એક ઠેકાણે બેસી રહેવાથી કંટાળે નહી,