________________
૨૭૮
અધ્યાય : ૯, સૂત્ર-૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૫) દંશ-મશક પરીષહ :- (અશાતા વેદનીય કર્મના ઉદયથી)
માંસ, મચ્છર, માંકડ જેવા સૂક્ષ્મ જીવોના ઉપદ્રવથી જે વેદના થાય તે દંશ-મશક પરીષહ કહેવાય છે. તેવા પ્રસંગે ઉપદ્રવવાળા સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું. ડાંસ આદિ જીવોને પીડા થાય તેવા ધૂમાડા આદિ ઉપાયો ન અપનાવવા. સમભાવ પૂર્વક આ સૂક્ષ્મ જીવોના ઉપદ્રવો સહન કરવા તે દેશ-મશક પરીષહનો જય કહેવાય છે.
સ્થાનાંતર કરવું કે રજોહરણથી જીવોને દૂર કરવા અથવા ધૂમાડા આદિના પ્રયોગ કરવા. તે દંશ-મશક પરીષહનો અજય કહેવાય છે.
(૬) નાખ્ય (નગ્નતા) પરીષહ :- (જુગુપ્સા મોહનીય કર્મના ઉદયથી) મુનિ બે પ્રકારના હોય છે. જિન કલ્પી અને સ્થવિર કલ્પી.
જિનકલ્પી મુનિઓને આશ્રયી વસ્ત્ર રહિત થઈને રહેવું તે નામ્ય પરીષહ કહેવાય. તેવું જીવન જીવવામાં લજ્જા ન લાવવી કે વિકારી ન બનવું તે નામ્ય પરીષહનો-જય કહેવાય અને મનમાં લજ્જા-ઉદ્દવેગ-ખેદ કે વિકાર લાવે તો નાગ્ય પરીષહનો અજય કહેવાય છે. સ્થવિર કલ્પી મુનિઓને આશ્રયી સંયમમાં બાધા ન આવે તેવી રીતે શરીરને આચ્છાદિત કરવા પૂરતું શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબનું અલ્પમુલ્યવાળું વસ્ત્ર ધારણ કરવું તે નાગ્ય પરિષહનો વિજય કહેવાય છે.
શાસ્ત્ર મર્યાદા મુજબના વસ્ત્રો ન મળે તો પણ દ્વેષ, ઉદ્વેગ, ખેદ ન કરવો પરંતુ સમભાવ રાખવો તે નાગ્ય પરીષહનો જય કહેવાય છે. શાસ્ત્ર મર્યાદા પ્રમાણેના વસ્ત્રો ન મળે ત્યારે ખેદ, ઉદ્દવેગ કે દ્વેષ આવે અથવા અનુચિત વસ્ત્રો ધારણ કરવાની ઈચ્છા થાય તે નાગ્ય પરીષહનો અજય કહેવાય છે.
(૭) અરિત પરીષહ ઃ- (અતિ મોહનીય કર્મના ઉદયથી)
સંયમી જીવનમાં સંયમ પાળતાં પરસ્પર કુસંપ, ક્લેશ, ઝઘડા આદિથી અથવા સમયસર આહાર, પાણી, વસ્ત્ર, વસતિ વગેરે ન મળવાથી મનમાં અરતિ (અપ્રીતિઉદ્દવેગ-કંટાળો) થાય તે અતિ પરીષહ કહેવાય, મનમાં અલ્પ પણ અપ્રીતિ દ્વેષ કે ઉદ્દવેગ ન કરતાં સમભાવ રાખવો. મનને શુભભાવમાં જોડી દેવું તે અરિત પરીષહનો જય કહેવાય છે. જો અતિ ઉદ્દવેગ કે દ્વેષ કરીએ તો અતિ પરીષહનો અજય કહેવાય છે. અર્થાત્ અરિત પરીષહ જીત્યો ન કહેવાય છે.