________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૯
૨૭૭ સુધા સહન થાય તેમ હોય છતાં વિષયરસની લોલુપતાથી આહાર ગ્રહણ કરવો અને ક્ષુધા સહન થાય તેમ ન હોય ત્યારે નિર્દોષને બદલે દોષિત આહાર લેવાની ઈચ્છા થવી અને તેવા દોષિત આહારથી ક્ષુધા શમાવવી તે સુધાપરીષહને જીત્યો ન ગણાય અથવા સુધા પરીષહનો અજય કર્યો કહેવાય છે.
(૨) પિપાસા પરીષહ :- (અશાતા વેદનીય કર્મના ઉદયથી)
અતિશય તૃષાની વેદના એ પિપાસા પરીષહ છે. પિપાસા સમભાવે સહન કરવી, જો સહન ન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ પાણી લાવીને તૃષા શાંત કરવી તે પિપાસા પરીષહ જય કહેવાય છે.
પિપાસા સહન ન થાય તો દોષિત પાણીથી એ તૃષા શમાવવી તે પિપાસા પરીષહનો અજય કહેવાય છે.
(૩) શીત પરીષહ :- (અશાતા વેદનીય કર્મના ઉદયથી)
અતિશય ઠંડીની વેદના તે શીત પરીષહ. ગમે તેવી ઠંડી પડે, તો પણ સમભાવે સહન કરવી, પરંતુ શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને સાધુપણામાં ન વપરાય તેવા રજાઈ-ગાદલા જેવા વસ્ત્રોની ઈચ્છા કરવી નહી તથા અગ્નિના તાપણાથી તાપવાની ઈચ્છા ન કરવી તે શીત પરીષહનો જય કહેવાય છે.
અનુચિત વસ્ત્રોની તથા અગ્નિસેવનની ઈચ્છા કરવી તે શીત પરીષહનો અજય કહેવાય છે.
(૪) ઉષ્ણ પરીષહ :- (અશાતા વેદનીય કર્મના ઉદયથી)
અતિશય તાપની વેદના તે ઉષ્ણ પરીષહ. ગરમી સહન કરવી, તાપમાં ઉઘાડા પગે ચાલતાં દુઃખ ધારણ ન કરવું, સ્નાન, છત્રી, પંખા વગેરેનો ઉપયોગ ન કરવો. કપડાથી પણ પવન ન નાખવો અને સમ્યગૂ ભાવે તાપને સહન કરવો તે ઉષ્ણ પરીષહનો જય કહેવાય છે.
તાપની વેદના નિવારવા પાણીનો, સ્નાનનો, પંખાનો વગેરે સંયમને બાધા પહોંચે તેવી પ્રવૃત્તિનો આશ્રય લેવો કે ઈચ્છા કરવી તે ઉષ્ણ પરીષહનો અજય કહેવાય