SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ઃ ૯, સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્રાર્થ :- (૧) ક્ષુધા (ભૂખ) પરીષહ, (૨) પિપાસા (તરસ) પરીષહ, (૩) શીત (ઠંડી) પરીષહ, (૪) ઉષ્ણ (ગરમી) પરીષહ, (૫) દંશમશક પરીષહ, (૬) નાગ્ય (નગ્નતા) પરીષહ, (૭) અરિત પરીષહ, (૮) સ્ત્રી પરીષહ, (૯) ચર્યા (વિહાર) પરીષહ, (૧૦) રનિષદ્યા (સ્વાધ્યાય માટે સ્થિરતા, ઉપાશ્રય) પરીષહ, (૧૧) શય્યા પરીષહ, (૧૨) આક્રોશ (તિરસ્કાર) પરીષહ, (૧૩) વધ પરીષહ, (૧૪) યાચના પરીષહ, (૧૫) ૪અલાભ પરીષહ, (૧૬) રોગ પરીષહ, (૧૭) ‘તૃણસ્પર્શ પરીષહ, (૧૮) મલ પરીષહ, (૧૯) સત્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞા પરીષહ, (૨૧) અજ્ઞાન પરીષહ અને (૨૨) "અદર્શન પરીષહ (એમ ૨૨ પરીષહો છે.) ૨૭૬ ભાવાર્થ :- પરીષહોને બરાબર સમજવા માટે ત્રણ બાબતો બરાબર સ્પષ્ટ થવી -- જોઈએ. (૧) વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરીષહ (૨) પરીષહ આવતા રાગ-દ્વેષને વશ ન થવું અને સંયમ બાધક કોઈપણ પ્રવૃત્તિ ન કરવી તે પરીષહ જય અથવા પરીષહ જીત્યો કહેવાય (૩) પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમ બાધક પ્રવૃત્તિ કરવી તે પરીષહ - અજય અથવા પરીષહ જીત્યો ન કહેવાય (૧) ક્ષુધાપરીષહ ઃ- (અશાતા વેદનીય કર્મના ઉદયથી) : અતિશય ક્ષુધા વેદના થાય તે ક્ષુધા પરીષહ કહેવાય છે. ક્ષુધાને શક્ય હોય ત્યાં સુધી સમભાવે સહન કરવી પરંતુ સહન થઈ ન શકે તો શાસ્ત્રમાં જણાવેલી ૪૨ દોષોથી રહિત વિધિ પૂર્વક ગોચરી - ભિક્ષા ગ્રહણ કરી ક્ષુધાને શમાવવી. જો નિર્દોષ આહાર ન મળેતો દોષિત આહાર ન લેવો પરંતુ મનમાં સમભાવ રાખી ક્ષુધા સહન કરવી તે ક્ષુધાપરીષહનો વિજય કહેવાય છે. નિર્દોષ આહાર મળે તો રાજી ન થવું અને નિર્દોષ આહાર ન મળે તો નારાજ ન થવું. દોષિત આહાર લેવાની ઈચ્છા ન કરવી અને મનમાં સમભાવ રાખવો તે ક્ષુધા પરીષહનો વિજય ગણાય છે. અથવા ક્ષુધા પરીષહ જય કહેવાય છે. વેદનીયના ઉદયથી (૧૧), જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (૧) અને ઉદયથી (૧), ચારિત્રમહોનીયના ઉદયથી (૭), દર્શનમહોનીયના ઉદયથી (૧), લાભાંતરાય કર્મના ઉદયથી (૧) ૧ = વેદનીય, ૨ = ચારિત્રમોહનીય, ૩ = જ્ઞાનાવરણીય, ૪ = અંતરાય, ૫ = દર્શનમોહનીય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy