SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૯ ૨૭૫ નથી. પ્રાપ્ત થયેલા રત્નત્રયી સ્વરૂપ મુક્તિ માર્ગથી આ જીવ પતન પામતો નથી પરંતુ તેમાં વિકાસ સાધી ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢે છે. આ રીતે પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા અને નવા કર્મોનો નિરોધરૂપ સંવર, આ બન્ને ઉપાદેય તત્ત્વો પરીષહો સહન કરવાથી પ્રાપ્ત થાય છે. શંકાઃ- ઉપસર્ગ અને પરીષહમાં શું તફાવત છે ? સમાધાન :- દેવ-મનુષ્ય અને તિર્યંચ દ્વારા જે પ્રતિકુળતાઓ આવે તેને ઉપસર્ગ કહેવાય છે અને કુદરતી પ્રતિકુળતાઓ આવે તેને પરીષહ કહેવાય છે. સૂત્ર (૯-૯) પ્રયોજન :- બાવીસ (૨૨) પરિષહોનુ વર્ણન કરે છે. ક્ષેત્-પિપાસા-શીતોષ્ણ-વંશમશ–ના ખ્યાતિ - સ્ત્રી-ચર્ચાનિષદ્યા-શય્યા-ડોશ-વધ-યાચના-ડભામ-રો-તૃસ્પર્શ-મન સાર-પુરાર-પ્રજ્ઞા-જ્ઞાના-વર્શનાનિ ૧-૧ ક્ષુત્-પિપાસા-શીતોષ્ણ-દંશમશક-નાઝ્યાડરતિ-સ્ત્રી-ચર્ચાનિષદ્યાશય્યા-ક્રોશ-વધ-યાચના-ડલાભ-રોગ-તૃણસ્પર્શ-મલ-સત્કાર પુરસ્કાર-પ્રજ્ઞા-ડજ્ઞાના-ડદર્શનાનિ - 2-2 ક્ષુ-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-નાન્ય-અરતિ-સ્ત્રી-ચર્ચાનિષદ્યા-શય્યા-આક્રોશ-વધ-યાચના-અલાભ-રોગ-તૃણસ્પર્શ-મલ = સત્કાર-પુરસ્કાર-પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શનાનિ શબ્દાર્થ : :- ક્ષુત્ = ક્ષુધા-ભૂખ, પિપાસા = તૃષા-તરસ, શીત = ઠંડી, ઉષ્ણ ગરમી, દંશમશક = મચ્છર-ડાંસ, નાગ્ય = નગ્નતા, અતિ = સંયમમાં ઉદ્વેગ, સ્ત્રી સ્ત્રી દ્વારા થતો પરિષહ, ચર્યા = વિહાર,નિષદ્યા = સ્વાધ્યાય માટે સ્થિરતા, શય્યા વસતિ-શય્યા, આક્રોશ = તિરસ્કાર, વધ = તાડન, યાચના = માંગવું, અલાભ = ભિક્ષાદિની અપ્રાપ્તિ, રોગ = બિમારી, તૃણસ્પર્શ = તૃણ ઘાસનો સ્પર્શ, મલ = મેલ સત્કાર પુરસ્કાર = સત્કાર, સન્માન, પ્રજ્ઞા = વિશિષ્ટ બુદ્ધિ, અજ્ઞાન = વિશિષ્ટજ્ઞાનનો અભાવ, અદર્શન = સમ્યગ્દર્શનથી ચલિત થવું. 2-2
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy