________________
૨૭૪
અધ્યાય : ૯, સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ • જે ધર્મના પ્રભાવથી ચલ અને અચલ વસ્તુઓથી યુક્ત ત્રણે લોક વિજયી બને છે.
જે ધર્મ પ્રાણીઓને આ ભવ, પરભવમાં હિતકર બનીને સર્વ કાર્યોની સિદ્ધિ આપે છે અને જે ધર્મ પોતાના પ્રભાવથી અનેક અનર્થોની પીડાને ટાળી દે છે. એવા મહાકરુણામય ધર્મ વૈભવને મારો ભક્તિભાવ ભર્યો નમસ્કાર હોજો. ધર્મ તો સાચે જ કલ્પવૃક્ષ છે ! એ બધું જ આપે છે. મહાન સામ્રાજ્ય, સૌભાગ્યશીલ પત્ની, પુત્ર-પૌત્રોથી ભર્યોભર્યો પરિવાર, જનપ્રિયતા, સુંદરતા, કાવ્યશક્તિ, ચતુરાઈ, વસ્તૃત્વ, નિરોગિતા, ગુણગ્રાહકતા, સજ્જનત્વ, સુંદરબુદ્ધિ, આવા તો કેટલાં ફળ કહીએ ?
સૂત્ર (૯-૮) પ્રયોજન - પરિષહોનું સ્વરૂપ અને તેના હેતુ જણાવે છે. मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ९-८ માર્ગાચ્યવન નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮ માર્ગ અચ્યવન નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮
શબ્દાર્થ - માર્ગ = મોક્ષમાર્ગ, અચ્યવન = સ્થિર રહેવું, નિર્જરાર્થ = કર્મ ખપાવવા માટે, પરિષોઢવ્યા = સહન કરવા યોગ્ય.
સૂત્રાર્થ :- (સમ્યગ્દર્શન આદિ મોક્ષ) માર્ગથી પતિત ન થવાય તે માટે તથા પૂર્વબદ્ધ કર્મોની) નિર્જરા થાય તે માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ કહેવાય છે.
ભાવાર્થ -આઠમાં સૂત્રથી સત્તરમા સૂત્ર સુધી પરીષહોનું જ વર્ણન છે. પરિસોઢવ્યા શબ્દથી પરીષહ શબ્દનો અર્થ જણાવ્યો છે. પરિસોઢવ્ય એટલે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે. પરિસોઢવ્ય-નિર્નાર્થ આ બે પદો પરીષહો સહન કરવાનું કારણ સૂચવે છે. પરીષહો સહન કરવાથી, વિશેષપણે નિર્જરા થાય છે. સમ્યગુભાવપૂર્વક રત્નત્રયીની સાધના કરતાં કરતાં જે જે પરીષહો સહન કરવામાં આવે તેનાથી આત્મામાં સહનશીલતા અને સમભાવનું અપૂર્વ સામર્થ્ય પ્રગટે છે. જેનાથી અત્મા મેરૂ પર્વતની જેમ સ્થિર બની જાય છે. પ્રાપ્ત થયેલા આ ઉત્તમ માર્ગથી જીવ પતિત થતો નથી. સહનશીલતા અને સમતા હોવાથી કર્મોની નિર્જરા થાય છે. આકુલતા-વ્યાકુલતા થતી નથી. આર્તરૌદ્રધ્યાન થતા નથી. પરીષહોના દુઃખો ઉપર કે તેના નિમિત્તો ઉપર દ્વેષભાવ પ્રગટતો