________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૭૩ ૧૨. ધર્મસ્વાખ્યાત ભાવના :
જિનેશ્વર પરમાત્માએ બતાવેલો “રત્નત્રયીની આરાધના રૂપ ધર્મ એ જ સર્વોત્તમ ધર્મ છે. જિનેશ્વર પરમાત્મા વીતરાગ અને સર્વજ્ઞ છે. રાગાદિ મોહના સમસ્ત દોષોથી રહિત છે. તેથી અસત્ય બોલવાનું કોઈ પણ પ્રયોજન નથી. સર્વજ્ઞ હોવાથી યથાર્થ સ્વરૂપના જાણકાર છે. તીર્થકર નામ કર્મના ઉદયવાળા હોવાથી પરનું કલ્યાણ થાય એવી વાણી પ્રકાશિત કરનારા છે. માટે સંસાર સાગરથી તારનારો સાચો ધર્મ તેમણે બતાવ્યો છે. આશ્રવ એ હેય છે. સંવર અને નિર્જરા ઉપાદેય છે. આત્માના ગુણો પ્રાપ્ત કરવા એ જ ધર્મ છે. ગુણોનું પરમ નિધાન (ખજાનો) પોતાના આત્મા પાસે જ છે. કસ્તુરી મૃગને જેમ પોતાની નાભિમાંથી કસ્તુરીની સુગંધ આવે છે તેની તેને ખબર નથી તેથી અહીં તહીં ભટક્યા કરે છે. તેમ મારા ગુણો મારી પાસે જ છે મારે જ મેળવવાના છે એ જ સાચો ધર્મ છે. તેના માટે જ બધી આરાધના છે. દાન-શીલ-તપ અને ભાવ આ ચાર પ્રકારનો ધર્મ અનુક્રમે પરિગ્રહ-મૈથુન-આહાર અને ભય સંજ્ઞાને તોડવા માટે છે. વિકારો, વાસનાઓ અને કષાયો એ આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે. તેનો ત્યાગ કરીને સ્વ સ્વભાવમાં આવવું એ જ ધર્મ છે. એ જ મુક્તિની પ્રાપ્તિનું પરમ નિદાન છે. હું તેને યોગ્ય રીતે આરાધુ એવી ભાવના ભાવવાની છે.
ઉપર મુજબ બાર ભાવનાઓ ભાવવાથી સંસારનો અને સંસારના સુખનો રાગ ઘટે છે. રાગ ઘટવાથી દૈષ ઘટે છે. રાગ-દ્વેષ-ઓછા થવાથી આર્ત-રૌદ્ર ધ્યાન તદ્દ ઓછા થાય છે. જેથી કર્મોના આશ્રવોનો નિરોધ થતાં સંવર-નિર્જરા વૃદ્ધિ પામે છે. તેથી મુક્તિથી પ્રાપ્તિ અત્યંત સુલભ બને છે.
ધર્મસ્વાખ્યાત ભાવના પર શાંતસુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :
જગતના હિત અને કલ્યાણ માટે જિનેશ્વર ભગવંતોએ દાન, શીલ, તપ તથા ભાવ-આ પ્રમાણે ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો છે. એ ધર્મ મારા હૃદયમાં સતત રમ્યા કરો. • જ્યારે માતા, પિતા, ભાઈ-બહેન બધા જ મોઢું ફેરવી લે છે. પોતાના જ સૈનિકો
માણસો દીન-હીન બની જાય છે. ધનુષ્ય બાણ ઉઠાવનારના હાથ હેઠા પડી જાય છે. એવા કપરા સમયે કષ્ટભરી દશામાં પણ સજ્જ બનીને ધર્મ આખી દુનિયાનું રક્ષણ કરવા તૈયાર રહે છે.