SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જ્યાં સુધી આ શરીર વ્યાધિઓથી નંખાઈ નથી ગયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ઘેરી નથી વળી, જ્યાં સુધી ઈન્દ્રિયો પોતાના વિષયોમાં સક્ષમ છે, મૃત્યુના ઓછાયા ઉતરી નથી આવ્યા, ત્યાં સુધીમાં સમજુ અને શાણા માણસોએ પોતાના હિત માટે પ્રયત્નો કરી દેવા જોઈએ. સરોવરના પાણી ધસમસતા વહેવા માંડે પછી પાળ બાંધવાનો શો અર્થ છે ? · આ શરીર જાતજાતના ઉપદ્રવોનું ઘર છે. આયુષ્યનો જરાય ભરોસો નથી. છતાંયે કોણ જાણે ક્યા પ્રકારનું આશ્વાસન મેળવીને મૂઢ આત્મા પોતાના હિત માટે આંખ મીંચામણા કરે છે ? • તું બોધ પામ ! જાગૃત બન ! બોધિ ખૂબ જ દુર્લભ છે. દરિયાના ઉંડા પાણીમાં ખોવાઈ ગયેલા દૈવિક રત્નની જેમ દુર્લભ બોધિનું તું સારી રીતે આરાધન કર. પોતાના હિતની સાધના કરી લે અને તારી આત્મશક્તિના પ્રભાવથી નરક વગેરે ગતિઓના દ્વાર બંધ કરી દે. - આર્યદેશમાં ઉચ્ચકુળમાં જન્મેલા પ્રાણીને પણ ધર્મની જિજ્ઞાસા થવી ખૂબ મુશ્કેલ છે. મૈથુન, પરિગ્રહ, ભય અને આહારસંજ્ઞાની પીડાના વમળમાં ગોથા ખાતું આ જગત્ વિચિત્ર સ્થિતિનો શિકાર બને છે. કદાચ ધર્મતત્ત્વને સમજવાની ઈચ્છા જાગી તો ગુરુચરણોમાં બેસીને ધર્મશાસ્ત્રોનું શ્રવણ ક્યાં સુલભ છે ? કારણ કે ગલત ધારણાઓના શિકાર બનીને તથા વિકથાઓના ફંદામાં ફસાઈને જીવાત્મા વિષય-કષાયના આવેશથી ચિત્તની એકાગ્રતાને મલિન કરી નાંખે છે. ♦ ધર્મ સાંભળીને, સમજીને, એનાથી પ્રબુદ્ધ બનીને જ્યારે આત્મા ધર્મ કાર્યમાં પ્રવૃત બને છે ત્યારે રાગ, દ્વેષ, આળસ, શ્રમ, ઉંઘ વગેરે અંતરંગ દુશ્મનો આડા આવે છે અને સારા કાર્યો કરવાની તક સરી જાય છે. આ રીતે અત્યંત દુર્લભથી પણ દુર્લભ એવા ગુણસંપન્ન બોધિરત્નને પ્રાપ્ત કરીને તને વિનયના અનુગ્રહથી જે શાંતરસનું પીયૂષપાન સાંપડ્યું છે તેનો યથાર્થ ઉપયોગ કરી લે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy