SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ४० અધ્યાય : ૧, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર જોનારને તો તે વાસણ કોરું જ લાગશે. છતાં યુક્તિથી તો તે ભીનું છે એ વાત માનવી જ પડશે. અહીં જ્યાં સુધી માટીનું વાસણ પાણી ચૂસી જાય છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી છતાં તે વાસણ પાણી વગરનું તો ન જ કહી શકાય. પાણી છે પણ અવ્યક્ત રૂપે છે. આ રીતે કાન-નાક-જીભ અને ત્વચા એ ચાર ઈન્દ્રિયોનો પોતાના વિષય સાથે સંબંધ થવા દ્વારા જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે પણ થોડા સમય સુધી વિષય સાથે ઈન્દ્રિયનો મંદ સંબંધ રહેતો હોવાથી પ્રગટ જ્ઞાન જણાતું નથી. યુક્તિથી તો માટીના વાસણની ભીનાશની માફક અહીં પણ જ્ઞાનનો આરંભ થયો છે તે વાત માનવી જ પડશે. આ અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. અહીં એક વાતની નોંધ લેવી જરૂરી છે કે વ્યંજનાવગ્રહ દ્વારા વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ નથી તો પછી ઈહા - અપાય - ધારણાનું જ્ઞાન તો થવાનું જ ક્યાંથી છે? તેથી અવ્યક્ત એવા આ વ્યંજનાવગ્રહને ઈહા, અપાય વગેરે હોતા જ નથી. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરા પણ અભિવ્યક્તિ થતી નથી. અર્થાવગ્રહમાં “કંઈક છે” એમ સામાન્ય જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે, અર્થાવગ્રહ થાય તે પહેલા વ્યંજનાવગ્રહ થાય એ નિયમ છે પણ વ્યંજનાવગ્રહ થાય તો અર્થાવગ્રહ થાય જ એવો નિયમ નથી. આપણે જ્યારે વિચારમાં મશગૂલ હોઈએ ત્યારે કાને અનેક શબ્દો અથડાવા છતાં કર્મેન્દ્રિય અને શબ્દના સંયોગ રૂપ વ્યંજનાવગ્રહ થવા છતાં અર્થાવગ્રહ નથી થતો, એથી આપણને એ શબ્દોનો જરાપણ બોધ થતો નથી. તેવી જ રીતે મન પણ અતિ દૂર રહેલા શત્રુંજય ગિરિરાજનું ચિંતન-મનન કરે છે પરંતુ મનનો અને શત્રુંજયનો સંયોગ થતો નથી. માટે મન અપ્રાપ્યકારી છે. આ પ્રમાણે ચહ્યું અને મન વિના બાકીની ચાર ઈન્દ્રિયો વિષયની સાથે સંયોગ પામીને વિષયને જાણે છે માટે તે ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે અને તે ચાર ઈન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે. જેમકે કોઈ ભાઈ ભર ઉંઘમાં સૂતા છે. તેને જગાડવા માટે કોઈએ બૂમ પાડી, પણ ભાઈ જાગ્યા નહિ. પહેલી સાત બૂમ સુધી ભાઈને કંઈ અસર ન થઈ અને ૮ મી બૂમે ભાઈએ આંખ ખોલી. શું બન્યું? પહેલી સાત બૂમ સુધી શબ્દો તેના કાનમાં પ્રવેશ્યા તે વખતે ઈન્દ્રિયની સાથે શબ્દનો સંપર્ક થવાથી જે પ્રક્રિયા થઈ તે વ્યંજનાવગ્રહ થયો
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy