________________
૩૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૧૮ સમાધાન : અવગ્રહ – ઈહા અપાય - ધારણા આદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે. સંપૂર્ણ દ્રવ્યને નહિ. દ્રવ્યને એ પર્યાય થકી જાણે છે કેમકે ઈન્દ્રિય અને મનનો મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યનો એક ધર્મ છે. પરિણામે અવગ્રહ ઈહા વગેરે જ્ઞાન દ્વારા જ્યારે ઈન્દ્રિયો કે મન પોતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે તે તે પર્યાય દ્રવ્યને પણ અંશતઃ જાણે છે. કેમકે દ્રવ્યને છોડીને પર્યાય રહી શકતો નથી. - જેમ કે ચક્ષુનો વિષય રૂપ અને આકાર છે કે જે પુગલ દ્રવ્યના અમુક પર્યાયો છે. જ્યારે ચક્ષુ કેરી વગેરેને ગ્રહણ કરે છે ત્યારે ભાવાર્થ એટલો કે તે કેરીના રૂપ અને આકારને જાણે છે. અહીં સ્થલ દષ્ટિએ તો ચક્ષુ દ્વારા કેરીનું ગ્રહણ થયું હોય તેમ લાગે છે પણ ખરેખર કંઈ આખી કેરીનું ગ્રહણ થયું નથી. કેરીમાં તો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એમ બધું જ છે. પરંતુ ચક્ષુથી આ પર્યાયો જણાતા નથી. માત્ર રૂપ જ જણાય છે.
કોઈપણ એક ઈન્દ્રિય એક વસ્તુના સંપૂર્ણ પર્યાયોને જાણી શકતી નથી. તેથી સમાધાન એટલું થઈ શકે કે ઈન્દ્રિય અનિન્દ્રિયજન્ય અવગ્રહ, ઈહા વગેરે ચારે જ્ઞાનો પ્રથમ પર્યાયને જ મુખ્યપણે વિષય બનાવે છે અને તે પર્યાય થકી દ્રવ્યોને જાણે છે.
સૂત્ર (૧-૧૮) પ્રયોજન અવગ્રહ-ઉપયોગ વિષયની વિશેષતા જણાવે છે.
व्यञ्जनस्यावग्रहः વ્યંજનમ્યાવગ્રહઃ ૧-૧૮
વ્યંજનસ્ય અવગ્રહઃ ૧-૧૮ સૂત્રાર્થ : વ્યંજનનો અવગ્રહ જ થાય છે. ઈહા-અપાય કે ધારણા થતા નથી.
ભાવાર્થ : વ્યંજનાવગ્રહમાં અર્થનું અવ્યક્તપણું છે જ્યારે અર્થાવગ્રહમાં અર્થનું વ્યક્તપણું એટલે કે પ્રગટપણું છે. દષ્ટાંતથી વિચારીએ. અંધકારમાં અથવા બેધ્યાનપણે પુસ્તકનો સ્પર્શ થાય ત્યારે ક્ષણવાર તે વસ્તુનું જ્ઞાન પ્રગટપણે થતું નથી. પુસ્તકના સ્પર્શ વિશે આ અવ્યક્તજ્ઞાન તે વ્યંજનાવગ્રહ. જ્યારે પ્રગટરૂપે પુસ્તકનું સ્પર્શ જ્ઞાન થાય ત્યારે તેને અર્થાવગ્રહ કહેવાય.
અવ્યક્તનો અર્થ : એક માટીનું કોરું વાસણ હોય તેને પાણીના ટીપા નાંખી ભીંજવવાનું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક ટીપા પડવા છતાં તે સુકાઈ જાય છે.