SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૧૮ આ સૂત્રમાં જે બહુ - અબહુ વગેરે બાર ભેદ જણાવ્યા તેમાં આગળ જણાવ્યા પ્રમાણે ક્ષયોપશમની વિચિત્રતા મુખ્ય છે. ૩૮ ક્ષયોપશમની તીવ્રતા કે મંદતા પ્રમાણે આ જ્ઞાન થાય છે. જે આત્મા આ ભેદોને બરાબર સમજીને વિચારશે તો તે આત્માને સમજાશે કે મને જે ઓછું કે અધિક જ્ઞાન થાય છે તેમાં કારણભૂત મારા જ કર્મોનો ક્ષયોપશમ છે. જો તેમાંથી છુટવું હોય તો જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરતા કરતા ક્ષયોપશમમાંથી ક્ષાયિક ભાવ તરફ ગતિ કરવી જોઈએ અને ક્ષાયિકજ્ઞાન મારે પ્રાપ્ત કરવું જોઇએ. સૂત્ર (૧-૧૭) પ્રયોજનઃ સામાન્યથી અવગ્રહ વગેરેનો વિષય જણાવે છે. अर्थस्य -૨૭ અર્થસ્ય ૧-૧૭ અર્થસ્ય ૧-૧૭ શબ્દાર્થ : અર્થસ્ય = અર્થના. સૂત્રાર્થ : અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ મતિજ્ઞાનના ચારે ભેદો અર્થને ગ્રહણ કરે છે. ભાવાર્થ : અર્થસ્ય શબ્દમાં એકવચન મુક્યું છે, તેનો હેતુ એ છે કે એક જ વિષયને જાણવામાં ઈન્દ્રિય મદદગાર થતી હોય છે અને તેનો જ જ્ઞાનોપયોગ આત્મામાં થાય છે. એટલે એક સમયમાં એક જ ઉપયોગ પ્રવર્તે છે. સૂત્રનો સમગ્ર અર્થ એ છે કે પાંચ ઈન્દ્રિયોના અને મનના વિષયભૂત વર્ણાદિ રૂપ અને તે જેમાં હોય તે દ્રવ્યોરૂપ અર્થોને જાણવા માટે પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન પ્રવૃત્તિ કરે છે તે વખતે આત્મામાં અનુક્રમે અવગ્રહ - ઈહા - અપાય - ધારણાના ઉપયોગરૂપે મતિ જ્ઞાનોપયોગ બહુ-બહુવિધ આદિ બાર ભેદે પ્રવર્તે છે. શંકા : અર્થ એટલે વસ્તુ. દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુને અર્થ કહેવાય, તો ઈન્દ્રિય અનિન્દ્રિય (એટલે કે મન) આ સર્વે ઇન્દ્રિયો - અવગ્રહ - ઈહા - અપાય અને ધારણાના જ્ઞાન સ્વરૂપે દ્રવ્યરૂપ વસ્તુને ગ્રહણ કરે છે કે પર્યાયરૂપ વસ્તુને ગ્રહણ કરે છે? -
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy