________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૧૭
૩૭ (૧) બહુગ્રાહી : જેમ કે વાજા વાગતા સાંભળીને તેના શબ્દને અનુસારે શરણાઈ,
ઢોલ, નગારા, પડઘમ, વગેરેને ભિન્ન-ભિન્ન વાજિંત્ર રૂપે જાણી શકે તે બહુગ્રાહી. અબહુગ્રાહી : દરેક વાજિંત્રનો અવાજ ન પારખી શકે પરંતુ વાજા વાગે છે. એટલું જ જાણે તે અબહુગ્રાહી. બહુવિધગ્રાહી : દ્રવ્યના પર્યાયનો પણ ભેદ જાણે તે બહુવિધગ્રાહી, જેમ કે આ શરણાઈ તાલમાં વાગે છે, આ બીન તાલમાં વાગે છે, આ ઢોલ ખોખરૂ વાગે
છે, પેલું ઢોલ સારું લાગે છે વગેરે. (૪) અબહુવિધગ્રાહી: દ્રવ્યના એકાદ પર્યાયને જાણે પરંતુ વધારે પર્યાય ને ન જાણે. (૫) ક્ષિપ્રગ્રાહી ઃ ઈન્દ્રિય અને વિષયનો યોગ થતાં વિષયને તરત જ જાણી શકે.
જેમકે સંગીતના સ્વરો સંભળાય કે તરત જ આ શરણાઈ, સીતાર, હારમોનીયમનો અવાજ છે તેમ ઝડપથી જાણી શકે. અક્ષિપ્રગ્રાહી: ક્ષયોપશમની મંદતાને કારણે વિષયનું જ્ઞાન વિલંબથી થાય. જેમકે સંગીતના સૂરોમાં શરણાઈ, સીતાર, હારમોનીયમ વગેરે વાગતા હોય પણ પોતાના જ્ઞાન વડે ઘણા સમય પછી જાણે. અનિશ્રિતગ્રાહી: બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ - નિશાની વિના અનુભવ બળે
જ્ઞાન થયું છે. જેમકે ધજાને જોયા વિના આ જિનમંદિર છે એમ જાણી શકે. (૮) નિશ્રિતગ્રાહી : બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ (ચિહ્ન) ના આધારે જાણે તે. જેમ
કે ધજા દેખીને આ જિનમંદિર છે એમ જાણવું તે. ૯) અસંદિગ્ધગ્રાહી : કોઈપણ જાતના સંદેહ વિના ચોક્કસપણે જાણવું છે. જેમ કે
આ સ્પર્શ ચંદનનો જ છે ફુલનો નથી. તેવું નિશ્ચિત જ્ઞાન - શંકારહિત જ્ઞાન. (૧૦) સંદિગ્ધગ્રાહી: જે કંઈ જાણે તેમાં સંદેહ હોય. આ સ્પર્શ શીતળ છે પણ તે
ચંદનનો હશે કે પુષ્પનો હશે ? (૧૧) ધ્રુવગ્રાહી ઃ જે કંઈ જાણું તે લાંબા કાળ સુધી યાદ રહે તે. (૧૨) અધૂવગ્રાહી : જે કંઈ જાણ્યું તે લાંબા કાળ સુધી યાદ ન રહે. ક્ષયોપશમની
મંદતાને લીધે જાણ્યા પછી ભૂલી જવાય તે.