________________
અધ્યાય : ૧, સૂત્ર-૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ધારણાના ત્રણ ભેદો છે. (૧) અવિશ્રુતિ ધારણા (૨) વાસના ધારણા અને (૩) સ્મૃતિધારણા
(૧) અવિશ્રુતિ ધારણા : અપાય થયા પછી અંતર્મુહૂર્ત સુધી તે જ વિષયનો ઉપયોગ ચાલું રહે છે. વિશ્રુત થતો નથી. તેને અવિશ્રુતિ ધારણા કહેવાય છે.
(૨) વાસના ધારણા : અવિશ્રુતિ ધારણાથી આત્મામાં તે વિષયના જે સંસ્કાર પડે છે તે સંસ્કાર સ્વરૂપ વાસના ધારણા.
(૩) સ્મૃતિ ધારણા આત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે. એથી આપણે પૂર્વે અનુભવેલા પ્રસંગને યાદ કરી શકીએ છીએ. પૂર્વે અનુભવેલા પ્રસંગનું સ્મરણ તે સ્મૃતિ ધારણા. સ્મૃતિમાં કારણ વાસના (સંસ્કાર) ધારણા છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા હોય તેનું કદી સ્મરણ થતું નથી.
સૂત્ર (૧-૧૬) પ્રયોજન વિષયના ભેદથી અને ક્ષયોપશમના ભેદથી અવગ્રહાદિના ભેદો જણાવે છે. बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धध्रुवाणां सेतराणाम् ૨-૬૬ બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાસંદિગ્ધધુવાણાં સંતરાણામ્ ૧-૧૬ બહુ-બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્ચિત-અસંદિગ્ધ-ધુવાણાં સંતરાણામ્ ૧-૧૬
શબ્દાર્થ ભાવાર્થમાં આપેલ છે.
સૂત્રાર્થ બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ એ છ ભેદો તથા તે છ ભેદોના પ્રતિપક્ષી (વિપરીત) અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ એમ કુલ બાર પ્રકારે અવગ્રહ – ઈહા અપાય – અને ધારણા થાય છે. આ રીતે મતિજ્ઞાનના ઘણા ભેદો થાય છે.
ભાવાર્થ સૂત્ર ૧-૧૫ માં અવગ્રહનું સ્વરૂપ વર્ણવેલું છે. ક્ષયોપશમની તરતમતાથી અહીં બહુ, અબહુ વગેરે વિવિધ ભેદો પડેલા છે. આ ૧૨ ભેદોમાંથી દરેકના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા થાય છે. મતિજ્ઞાન ક્ષયોપશમ ભાવનું છે. ક્ષયોપશમભાવ હીનાધિકપણે અનેક પ્રકારનો હોય છે.