________________
૨૭૦
અધ્યાય : ૯, સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
મધ્યલોકનો વિસ્તાર એક રજ્જુના માપનો છે. એમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો સમાયેલા છે. જ્યોતિષચક્ર એમાં સુંદર કટિસૂત્ર-કંદોરાનું સ્થાન લે છે. લોક પુરૂષનો એ કટિપ્રદેશ અત્યંત પાતળો અને સુશોભિત છે.
•
એના ઉપરના ભાગે ઉર્ધ્વલોક - દેવલોકમાં બ્રહ્મદેવલોક પાસે (લોક પુરુષની) બે કોણીભાગનો વિસ્તાર પાંચ રજ્જુ પ્રમાણ થાય છે. એના ઉપર ૩૪ ૨જ્જુ પછી લોકાન્ત આવે છે કે જેના શીર્ષસ્થાને સિદ્ધ પરમાત્માની જ્યોતિ બિરાજમાન છે.
• આને ‘લોકપુરુષ’ સમજવો એ છ દ્રવ્યરૂપ છે, અકૃત્રિમ છે. આદિ અંત રહિત છે. એ ચારે બાજુથી ધર્મ-અધર્મ, આકાશ, કાળ, આત્મા-જીવો, પુદ્ગલ વગેરે દ્રવ્યોથી ખીચોખીચ ભરેલો છે.
• પોતાના ભિન્ન ભિન્ન રૂપો લઈને કાળ, ઉદ્યોગ, પુરૂષાર્થ, સ્વભાવ, નિયતિ અને કર્મરૂપી વાજિંત્રોના તાલે નાચતા પુદ્ગલો અને નાટક કરતા જીવો માટે એ રંગમંડપ છે. નાટ્યશાળા છે.
હે વિનય ! તારા હૃદયમાં તું શાશ્વત્ લોકાકાશનું ચિંતન કર. એ લોકાકાશ બધા ચલ-અચલને ધારણ કરનાર હોવાથી પોતે દ્રવ્ય તરીકે છે. અને અન્ય દ્રવ્યોને આશ્રય આપે છે.
· અલોકથી વીંટળાયેલો એ લોક દૈદીપ્યમાન છે અને તે લોકના વિસ્તારની સીમા માપવી શક્ય જ નથી. છતાં ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યોના સહારે એની સીમા નિશ્ચિત થાય છે.
(૧૧) બોધિ દુર્લભ ભાવના :
બોધિ એટલે સમ્યક્ત્વ. મોક્ષનો સાચો યથાર્થ માર્ગ. જેની પ્રાપ્તિ આ સંસારમાં અતિ દુર્લભ છે. અનાદિ કાળથી આ જીવ નિગોદમાં (અવ્યવહાર રાશિમાં) જ જન્મમરણ કરતો ભમતો હતો. કોઈક કાળે તેની તથાભવ્યતા પાક્વાથી નિગોદમાંથી તો નીકળ્યો પરંતુ વ્યવહાર નિગોદ, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અને અસંજ્ઞીના ભવોમાં અનંતકાળ સુધી ભમતાં ભમતાં કોઈ મહા અપૂર્વ પુરૂષાર્થ કરવાથી સંજ્ઞી પંચેન્દ્રિયનો ભવ મળ્યો છે. તેમાં પણ નરક, તિર્યંચ અને દેવોના ભવોમાં કેટલાક સાગરોપમ પ્રમાણ કાળ પસાર કરતાં મહાપુણ્યોદયે મનુષ્યનો ભવ, આર્યકુળ, જૈનધર્મની પ્રાપ્તિ અને વાણીનું શ્રવણ મળે છે આ બધુ ઉત્તરોત્તર અધિક અધિક દુર્લભ છે. જિનવાણીનું