________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૬૯ (૧૦) લોક સ્વરૂપ ભાવના :ચૌદ રજુ પ્રમાણ લોકનું સ્વરૂપ વિચારવું.
આ લોક જીવ અને અજીવ દ્રવ્યોથી ભરેલો છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક એક દ્રવ્ય છે અને સમસ્ત લોકવ્યાપી છે. ધર્માસ્તિકાય જીવ અને પુદગલોને ગતિસહાયક છે અને અધર્માસ્તિકાય સ્થિતિસહાયક છે. આકાશ, લોક અને અલોકમાં વ્યાપ્ત છે. જીવ અને અજીવથી વ્યાપ્ત આકાશને લોકાકાશ અને શેષ આકાશને અલોકાકાશ કહેવાય છે.
લોકાકાશનો આકાર કેડે હાથ રાખી પગ પહોળા કરી ઉભેલા મનુષ્ય જેવો છે. જીવ દ્રવ્યો અનંત છે. એક એક જીવ અસંખ્ય પ્રદેશ છે. નિગોદ અવસ્થામાં એક શરીરમાં અનંત જીવ સાથે રહે છે. શેષ અવસ્થામાં સર્વત્ર એક શરીરમાં એક જીવ છે. ધર્મ-અધર્મલોકાકાશ અને એક જીવના પ્રદેશો અસંખ્યાત અને પરસ્પર સમાન છે. પાંચ પ્રકારના સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો લોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા છે. બાદર જીવો લોકના અમૂક ભાગોમાં છે. પુદ્ગલ દ્રવ્યો અનંતા છે. જીવ અને પુગલનો સંયોગ એ જ સંસાર અને તેનો વિયોગ એ જ મુક્તિ કહેવાય છે.
ચંદ્ર-સૂર્યની ગતિથી થનારો વ્યવહારકાળ અઢીદ્વીપમાં છે અને વર્તના પરિણામોદિરૂપ નિશ્ચયકાળ સર્વલોકમાં છે. કાળ એ દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવના પર્યાયમાત્ર છે તેથી તેને ઉપચરિત દ્રવ્ય કહેવાય છે. દિગમ્બર પરંપરામાં પરમાણુંની જેમ કાલાણુ દ્રવ્ય માનેલું હોવાથી ત્યાં કાળ દ્રવ્ય માનેલું છે.
આ સર્વે દ્રવ્યો નિત્ય (ધ્રુવ) છે તેનો કોઈ કર્તા કે વિનાશક નથી. પરંતુ પર્યાયથી સદા ઉત્પાદ-વ્યય યુક્ત એટલે કે અનિત્ય છે. કોઈપણ કાર્ય ઉપાદાન અને નિમિત્તના યોગ થાય છે. આવું લોકનું સ્વરૂપ વિચારવાથી અજ્ઞાન દૂર થાય છે. સમ્યકજ્ઞાન પ્રગટે છે. તેથી શ્રદ્ધા, રૂચિ વધતાં કર્મોની નિર્જરા થાય છે.
લોકસ્વરૂપ ભાવના પર શાંતસુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :• એકબીજાની નીચે રહેલી, અત્યંત વિસ્તૃત, છત્રાકાર જે રત્નપ્રભા વગેરે ભૂમિઓ
છે, તેનાથી અધોલોક વ્યાપ્ત છે. એ લોકપુરૂષના બે પહોળા પગની વચ્ચેની સાત રાજલોક જેટલી જગ્યામાં એ નરકભૂમિઓ આવેલી છે.