________________
અધ્યાય ઃ ૯, સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
:
સકામ નિર્જરા ઃ- કર્મોને ખપાવવાના આશયપૂર્વક જે નિર્જરા કરાય તે સકામ નિર્જરા કહેવાય છે. અહીં કર્મો ખપાવવાની અને તેના કારણે દુઃખ સહન કરવાની મનોવૃત્તિ હોવાથી કર્મોના વિપાકોદય કાળે આર્ત રૌદ્રધ્યાન કે કાષાયિક પરિણામ હોતા નથી પરંતુ સમભાવ અને દુઃખ આપનારા ઉપર પણ કરૂણાનો ભાવ હોય છે. તેથી શુભ ધ્યાન હોય છે માટે નવા કર્મો બંધાતાં નથી. જુનાં કર્મો ખપે છે. આત્માના ગુણો ખીલે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. ગજસુકુમાલ મુનિ, મેતારજ મુનિ, બંધકમુનિના શિષ્યો તથા મહાવીર ભગવાનના દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે. આ નિર્જરા મુક્તિનું કારણ બને છે. આવી નિર્જરાથી અશુભ કર્મો બંધાતા નથી માટે નિરનુબંધી (અનુબંધ વગરના) શુભકર્મો જ બંધાય છે. માટે કુશલાનુબંધી અથવા શુભાનુબંધી કહેવાય છે. આ શુભકર્મો ઉદયકાળે મોક્ષના પ્રતિબંધક થતાં નથી. પરંતુ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, અને વજઋષભનારાચ સંઘયણ મોક્ષપ્રાપ્તિમાં સહાયક થાય છે.
નિર્જરાભાવના પર શાંતસુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :
· બાર પ્રકારના તપના ભેદના કારણે નિર્જરા પણ બાર પ્રકારની બતાવી છે. ઉપાયો જુદા જુદા હોવાથી ભેદ દેખાય છે, બાકી કાર્યરૂપે તો નિર્જરા એક જ પ્રકારની છે. • અગ્નિ જેમ સોનાનું નિર્મળ સ્વરૂપ પ્રગટ કરે છે તેમ તપ આત્મા ૫૨ જામેલો કર્મરૂપી કચરો દૂર કરીને એના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે.
૨૬૮
•
વાદળાઓનો સમૂહ ગમે એટલો ઘનઘોર ઘેરાયો હોય પણ આંધી બનીને ત્રાટકતા પવનથી એ વેરવિખેર બની જાય છે. તેમ પાપોની પંક્તિઓ પળભરમાં તપશ્ચર્યાના તેજથી બળી જાય છે.
• અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા અને કાયક્લેશ બાહ્યતપ છે. • પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપના પ્રકાર છે.
· તપ એ સંયમલક્ષ્મીનું સાચું વશીકરણ છે નિર્મળ એવા મોક્ષસુખ માટે અસાધારણ કારણ છે. મનવાંછિત પૂરનાર ચિંતામણી રત્ન છે. માટે તું તેનું વારંવાર આરાધન
કર.
આ તપ, કર્મરૂપી રોગો માટે ઔષધ સમાન છે. સર્વ સુખોના નિધાનરૂપ શાંતસુધાના રસનું તું પાન કર.