SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭ ૨૬૭ • મન-વચન-કાયાના દુર્જય એવા અશુભ યોગોને ત્રણ ગુપ્તિઓ વડે શીધ્ર જીતીને તું સુંદર સંવર પંથે વિચરણ કર. એનાથી તને ઈચ્છિત મુક્તિસુખ મળશે. • વિષયોના વિકારોને દૂર કર. ક્રોધ, માન, માયા અને લોભરૂપી શત્રુઓ પર સહજ રીતે વિજય મેળવીને, કષાયમુક્ત બનીને જલ્દીથી સંયમગુણની આરાધના કર. • વિકલ્પોના જાળાને જલાવીને આર્ત-રૌદ્ર ધ્યાનને વાળી ઝૂડી નાંખ. તત્વના અર્થીઓ માટે માનસિક વિકલ્પોને ઉઘાડનારો (ઉત્તેજન આપનારો) પંથ બરાબર નથી ! (એનાથી તું દૂર રહે) સંયમ અને શાસ્ત્રરૂપી ફૂલોથી તું તારા મન-પરિણામને મઘમઘતા રાખ. જ્ઞાનચારિત્ર વગેરે ગુણોના પર્યાયરૂપ ચેતનને (આત્મ સ્વરૂપને) સારી રીતે ઓળખી લે. (૯) નિર્જરાભાવના : પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય કરવો તે નિર્જરા કહેવાય છે તેનાં કારણો, સ્વરૂપ અને ફળની વિચારણા કરવી. નિર્જરાના કારણોમાં છ બાહ્યતપ અને છ અત્યંતર તપ છે. જેનું વર્ણન આ અધ્યાયમાં જ આવવાનું છે. બાર પ્રકારના તપનું વારંવાર સેવન કરવામાં આવે તો કર્મોની ઘણી નિર્જરા થાય. જીવન પવિત્ર અને નિર્દોષ બને. નિર્જરા બે પ્રકારે થાય છે. અકામ નિર્જરા અને સકામ નિર્જરા. અકામ નિર્જરા :- કર્મોનો ક્ષય કરવાનો આશય રાખ્યા વિના પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી સહન કરવુ તે અકામ નિર્જરા કહેવાય છે. જેમ કે રાજા, ચોરી કરનાર ચોરને દંડે ત્યારે ચોરે માર સહન કર્યો, કારાવાસ સહન કર્યો તેથી ઉદયથી ભોગવવા દ્વારા તેટલા કર્મોની નિર્જરા થઈ. પરંતુ તે કાળે આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને કષાયોની તીવ્ર માત્રાથી આ જીવ ઘણું નવું કર્મ બાંધે છે. કર્મોનો ક્ષય કરવાનો આશય ન હોવાથી ઉદય દ્વારા અલ્પક્ષય અને મનના કાષાયિક સંકલ્પ વિકલ્પ સ્વરૂપ અધ્યવસાયો દ્વારા ઘણો બંધ થાય છે. શાસ્ત્રમાં તેને અકુશલાનુંબંધી કહેવામાં આવે છે. પાપને વધારે બંધાવનારી આ નિર્જરા ખોટના ધંધા તુલ્ય છે. લાભ કરતા નુકશાન ઘણું છે. નારકીના જીવો, એકેન્દ્રિય જીવો પોતપોતાના ભવમાં ઉદયમાં આવેલાં કર્મોને ભોગવવા દ્વારા આવી નિર્જરા કરે છે. પરંતુ તે કાળે કાષાયિક (કષાયવાળા) પરિણામોથી અનેકગણું કર્મ બાંધે છે. માટે આ નિર્જરા અકુશલાનુબંધી કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy