SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ મિથ્યાત્વ :- દંભી ગુરુઓના રવાડે ચઢીને અથવા પોતાની ગલત બુદ્ધિના ભોગ બનીને ચંચળ જીવો મોક્ષનો સાચો રસ્તો પડતો મૂકીને અશુદ્ધ અને અશુભ ક્રિયાઓમાં ફસાઈ જાય છે. આ રીતે મોક્ષથી વધુ ને વધુ દૂર ફેંકાય છે. ૨૬૬ અવિરત :- ત્યાગ, પતિજ્ઞા કે અનુશાસન માટે જેને કોઈ તમા (અપેક્ષા) જ નથી, એવા પ્રાણીઓ આવેગોને પરવશ બનીને આલોક અને પરલોકમાં કર્મના કારણે ઉત્પન્ન થયેલા ભીષણ દુ:ખોના શિકાર બની જાય છે. ઈન્દ્રિય :- હાથી, માછલી, ભ્રમર, પતંગિયું અને હરણ આ પ્રાણીઓ પોતપોતાના ગમતા પદાર્થો પાછળ પાગલ બનીને પીડા પામે છે અને છેલ્લે મોતના પંજામાં જકડાય છે. કષાય :- આવેશ અને આવેગના શિકાર બનેલા પ્રાણીઓ નરકની યાત્રાએ જઈ પહોંચે છે અને અનંત અનંત જન્મમરણની ઘટમાળમાં આથડ્યા કરે છે. યોગ :- મન, વાણી અને વર્તનથી ચંચળ પ્રાણીઓ પાપના ભારથી બેવડા વળીને કર્મરૂપી કાદવથી ખરડાઈ જાય છે. માટે બીજા બધા કામો ગૌણ કરીને હે આત્મન ! તું આશ્રવો ઉપર વિજય મેળવ. (૮) સંવરભાવના : આવતા કર્મો કેવી રીતે રોકી શકાય તેનું ચિંતન કરવું તે સંવરભાવના. આ અધ્યાયમાં સમજાવતા સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, ભાવના, પરિષહ અને ચારિત્રના ભેદોનું ચિંતન મનન કરે અને યથાશક્તિ જીવનમાં ઉતારે તો ઘણું ઘણું સંવરનું કાર્ય સિધ્ય થાય, અને જીવન સદાચારી બને. આશ્રવથી આવનારા દુ:ખોનો વિરામ થાય. ધીરે ધીરે આત્મા સંવરના સેવન દ્વારા મુક્તિગામી બને છે. સંવરભાવના ઉપર શાંતસુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર ઃ • ઈન્દ્રિયો, વિષયો અને અસંયમના આવેગોને સંયમથી દબાવી દે, સમ્યક્ત્વથી મિથ્યાત્વને ખોટા આગ્રહોને અવરોધી દે. આર્ત અને રૌદ્ર ધ્યાનને સ્થિરચિત્ત વડે રૂંધી દે. • ક્ષમા દ્વારા ક્રોધને, નમ્રતા દ્વારા માનને, પારદર્શી સરળતા દ્વારા માયાને અને સંતોષના બંધ વડે સાગર જેવા વિશાળ લોભને હે આત્મા ! તું નિગ્રહિત કર.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy