________________
૨૬૪
અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ થોડા સમય પછી ગંદુ બની જાય છે. મૃત્યુબાદ જો અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તો થોડા જ સમયમાં દુર્ગધ ફેલાવતું થઈ જાય છે.
શાન્તસુધારસ ગ્રંથની અશુચિભાવનાના આઠ શ્લોકો (અષ્ટક)નું ગુજરાતીમાં ભાષાંતર :• વિનય ! આ શરીર ગંદુ છે...મલિન છે ! આ વાત તું સારી રીતે સમજ તારા
મન કમળને વિકસિત કર ! જે આત્મસ્વરૂપ પરમાત્મા છે, જે કલ્યાણકારી છે, પ્રકૃષ્ટ વિવેકથી યુક્ત છે, એનું તું ચિંતન કર ! તારો આત્મા એ જ પરમાત્મા બની શકે છે. સ્ત્રી પુરુષના રજ અને વીર્યના ચકરાવામાં પડેલા મળ અને કચરાના સમૂહરૂપ શરીરમાં શું સારું હોય ? એને સારી રીતે ઢાંકો તો યે ખરાબ પદાર્થો ઝર્યા જ કરે
છે. આવા ગંદા કૂવાને કોણ સમજુ માણસ સારો ગણે ? • મુખમાંથી સારી વાસ આવે એ માટે પાનમાં બરાસ વગેરે સુગંધી પદાર્થો નાંખીને
ખાય છે. પણ આ મોટું જ દુર્ગન્ધયુક્ત લાળથી ભરેલું છે. એમાં ખુબોદાર શ્વાસ રહેશે કેટલો સમય ? શરીરમાં વ્યાપ્ત ખરાબ વાસ મારતો વાયુ દાળ્યો દબાય નહીં, ઢાંક્યો ઢંકાય નહીં, તો ય તું એ શરીરને વારે વારે સુંઘે છે, ચાટે છે. આ રીતે તે શરીરને પવિત્ર બનાવવાની ચેષ્ટા કરે છે. એના પર પ્રબુદ્ધ માણસો હસી રહ્યા છે. શરીરના બાર (સ્ત્રીના) અને નવ (પુરૂષના) છિદ્રોમાંથી સતત અશુચિ પદાર્થો નીકળ્યા કરે છે. એને તું પવિત્ર માનવાની ઘેલછા કરે છે. મને લાગે છે કે આ તારો નવી
નવાઈનો અભિગમ છે. • સારી રીતે તૈયાર કરેલું, સ્વાદિષ્ટ અને સરસ ભોજન પણ વિષ્ટા થઈને જુગુપ્સા
પેદા કરે છે. ગાયનું દૂધ પીધા પછી એ મૂત્ર બનીને ગંદકી ફેલાવે છે. • આ શરીર કેવળ મળથી ભરેલા પરમાણુઓનો ઢગલો છે. સુંદર સરસ ભોજન કે
મનોહારી વસ્ત્રોને પણ અપવિત્ર બનાવનાર છે. પણ આ જ શરીરમાં જો સારભૂત કિંઈ હોય તો મોક્ષમાર્ગની આરાધના કરવાનું સામર્થ્ય છે એનો તું વિચાર કર. આ જ શરીરને મહાપુણ્યશાળી ગણાવી શકાય એવી કળાનો તું વિચાર કર, મહાપવિત્ર આગમ શાસ્ત્રોરૂપી જળાશયના તીરે બેસીને તું શાન્તસુધારસ નું આસ્વાદન કર. તારું શરીર તો ઠીક, મન પણ પવિત્ર બની જશે.