________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૬૩ • મમતા અને દ્વેષ જેનું મૂળ છે એવી પારકી વસ્તુ સાથેના પરિચયના પરિણામને તું
ત્યજી દે અને જાતે અસંગ થઈને અત્યંતર નિર્મળ થયેલ મનોહર અનુભવસુખના રસને મેળવ. સફરમાં મળતા જાતજાતના યાત્રાળુઓ સાથે સ્નેહનો સંબંધ બાંધવાથી શું ફાયદો?
પોતપોતાના કર્મોના સહારે જીવતા સ્વજનો સાથે શા માટે મમતાનું બંધન કરે છે? • જેને તારા પ્રત્યે પ્રેમ નથી એને તું મેળવવા કોશિશ કરીશ તો પાર વગરની વેદના
તને ઘેરી વળશે. પુગલની માયાજાળ આવી જ પ્રેમવિહોણી છે. તું નાહક એની
પાછળ પાગલ બનીને પીડા વેઠે છે. • જેનો અંતે વિયોગ થવાનો છે એ મિલનને પહેલેથી જ છોડી દે. તારી એકાગ્રતાને
સ્વચ્છ અને પારદર્શી બનાવ. ઝાંઝવાના જળને હોઠે અડાડવાથી તરસ નહીં છીએ બલ્ક વધારે ભડકશે. જગમાં જેનું કોઈ નથી એને પણ સહાય કરનારા જિનેશ્વરનું તું ધ્યાન ધર ! આ જ એક મોક્ષ પ્રાપ્તિનો - મુક્તિનો સરળ ઉપાય છે. આધિ-વ્યાધિને શાંત કરનારા શાન્તસુધારસનું પાન કર.
(૬) અશુચિભાવના :- આ ભાવના મુખ્યત્વે શરીર ઉપરનો રાગ ઘટાડવા માટે છે. દરેક જીવ માત્રને પોતાના શરીર ઉપર ઘણો જ રાગ હોય છે. આ રાગ દૂર કરવા શરીર એ અશુચિનો ભંડાર છે એમ વિચારવું. શરીરમાં ભરેલી તમામ ધાતુઓ અશુચિય છે. લોહી, હાડકા, ચરબી, વીર્ય આદિ કોઈ પદાર્થ એવો નથી કે જોવો પણ ગમે. શરીરના એક એક છિદ્રમાંથી અશુચિ નીકળે છે. માત્ર ઉપર ઉપર મઢેલી ચામડી જ રૂપાળી દેખાય છે, બાકી અંદર તો અશુચિનો ઉકરડો જ છે.
કોઈપણ સારી ખાવાલાયક વસ્તુ પણ મુખમાં મુક્યા પછી બહાર કાઢીએ તો જોવી પણ ન ગમે તેવી ગંદી થઈ જાય છે. આવો શરીર સ્વભાવ છે. શરીર જેમાંથી બને છે તે માતાનું રૂધિર અને પિતાનું વીર્ય આ બન્ને પદાર્થો અશુચિ છે અને તે બન્ને પદાર્થો આ શરીરનાં બીજ છે. તેથી બીજ અશુચિ હોવાથી શરીર પણ અશુચિ છે. જે આહારાદિથી શરીર ટકે છે તે પેટમાં ગયેલો આહાર પણ અશુચિમય છે. માટે શરીરનો ઉપખંભક (આધાર - પોષક) અશુચિ હોવાથી શરીર અશુચિમય છે. શરીર અશુચિ વસ્તુઓનું ભાજન (સ્થાન) છે માટે અશુચિમય છે. શરીરને દરરોજ સાફ કરીએ તો પણ