SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જેમ એકમેક થયેલા છે તે શરીરથી પણ આ આત્મા ભિન્ન દ્રવ્ય છે. મૃત્યુકાળે સમસ્ત શરીર અહીં જ રહે છે અને અખંડ આત્મા પરલોકગામી થાય છે. શરીરનો એક પણ પ્રદેશ આત્મા સાથે જતો નથી અને આત્માનો એક પણ પ્રદેશ શરીરમાં રહેતો નથી. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરી૨ ઈન્દ્રિયગ્રાહ્ય છે. આત્મા અતીન્દ્રિય છે. શરીર પુદ્ગલોની રચનાથી બનેલું કૃત્રિમ છે. આત્મા સદા શાશ્વત છે શરી૨ જીવ વડે રચાયેલું છે. આત્મા કોઈપણ વડે બનાવાયેલો નથી. એકમેક થયેલા શરીરથી પણ જો આત્મા ભિન્ન છે તો પછી દૂર દૂર રહેલા સ્વજનાદિથી તો ભિન્ન હોય જ તેમાં શું આશ્ચર્ય છે ? એકત્વભાવના અને અન્યત્વભાવના બન્નેમાં ઘણું સામ્ય (મળતી ઝુલતી) છે. તો પણ સ્વજનાદિથી આ આત્મા જુદો છે એમ વિચારવું તે એકત્વ ભાવના જાણવી અને શરીરાદિ પદાર્થોથી આ આત્મા જુદો છે એમ વિચારવું તે અન્યત્વભાવના કહેવાય છે. આ ભાવનાથી શરીરાદિ જડ વસ્તુઓ ઉપરનો રાગ ઘટે છે. શાન્તસુધારસની અન્યત્વભાવના ના આઠ શ્લોકો (અષ્ટક) નું ગુજરાતીમાં ભાષાન્તર : વિનય ! તારા પોતાના ઘરની સારી પેઠે સંભાળ લે, અને વિચાર કર કે આ ભવમાં તારું શરીર, તારું ધન, તારો પરિવાર, તારું ઘર અને તારા સંબંધીઓમાંથી કોઈએ દુર્ગતિમાં જતાં તારું રક્ષણ કર્યુ ? કોણ તને રક્ષણ આપે તેવું છે તે શોધી કાઢ. · આ તો હું પોતે જ છું એટલો બધો જેની સાથે અભેદ-એકતા માનીને તું જેનો આશ્રય કરે છે તે શરીર તો ચોક્કસ ચંચળ છે અને તને ખેદ ઉપજાવીને છોડી દે છે અથવા તારામાં શિથિલતા આવે છે ત્યારે તને છોડી દે છે. • તું દરેક ભવમાં અનેક પ્રકારની ચીજોનો સંગ્રહ (પરિગ્રહ) કરે છે. વધારે છે અને કુટુંબ જમાવે છે પણ જ્યારે તું પરભવમાં ગમન કરે છે ત્યારે તેમાંથી એક તલ જેટલો ભાગ પણ તારી સાથે આવી શકતો નથી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy