SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭ ૨૬૧ एगो हं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सई एवमदीणमणसो अप्पाणमणुसासइ. એકલો છું, મારું કોઈ નથી. હું કોઈ બીજાનો નથી આવી રીતે દીનતા રહિત મનવાળો થઈને આત્માને અનુશાસન કર. તારા પોતાના આત્માને તું જ સમજાવ. એકત્વ ભાવના ઉપર શાંત સુધારસના કેટલાક શ્લોકોનું ભાષાંતર :• ઓ વિનય ! તું વસ્તુના વાસ્તવિકરૂપનું બરાબર ચિંતન કર ! આ જગતની જેલમાં મારું પોતાનું છે શું? આવી પારદર્શી પ્રજ્ઞા જેના હૈયામાં પ્રગટી જાય.... એને વળી દુઃખ દુરિત (પાપ) સ્પર્શી જ કેમ શકે? • શરીરધારી આત્મા એકલો જ જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે કર્મોને પણ એકલો જ બાંધે છે અને એ કર્મોને એકલા જ ભોગવવાં પડે છે. • જાત જાતના મમત્વોના ભારથી દબાયેલો પ્રાણી પરિગ્રહનો બોજ વધવાથી વધારે પડતા ભારથી દરિયામાં ડૂબી જતા વહાણની જેમ નીચે જાય છે. શરાબના (મદીરા)ના નશામાં ચકચૂર માણસની જેમ મૂઢ આત્મા પરભાવમાં પડે છે, આથડે છે અને શુન્યમનસ્ક બની જાય છે. તમને તો ખબર જ છે, સોના જેવી કિંમતી ધાતુ પણ જો હલકી ધાતુમાં ભળે તો પોતાનું નિર્મળ રૂપ ગુમાવી બેસે છે. • એ જ પ્રમાણે આત્મા જ્યારે કર્મને વશ પડે છે ત્યારે તેના અનેક પ્રકારના રૂપો થાય છે પણ જ્યારે એ મહાપ્રભુ કર્મ મળ રહિત હોય છે ત્યારે એ શુદ્ધ કાંચન (સોના) જેવો પ્રકાશ કરે છે. • તે પરમેશ્વર સદા શાશ્વત અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાયથી પરિવૃત (ઘેરાયેલા) છે અને તે એક જ છે. એવા પરમાત્મા (મારા) અનુભવ મંદિરમાં રમો. • શાંત રસનો આવિર્ભાવ તારા હૈયામાં થયો છે. તું એનો જરા આસ્વાદ કર... જેથી ઈન્દ્રિય જેવા સુખભોગના રસથી ખૂબ દૂર એવા શાંતરસમાં તારું મન આનંદ પ્રાપ્ત કરશે. (૫) અન્યત્વ ભાવના:- આ આત્મા સર્વે જડ પદાર્થોથી અને સર્વે સ્વજનોથી તથા સર્વે પરિજનોથી ભિન્ન છે. જે શરીરની સાથે આ આત્માના પ્રદેશો લોઢા અને અગ્નિની
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy