________________
૨૫૬
(૭)
(<)
(૯)
અધ્યાય : ૯, સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આશ્રવભાવના :- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન-વચન-કાયાના યોગથી જીવ કર્મો બાંધે છે, ભારે થાય છે અને સંસારમાં રખડે છે.
સંવર ભાવના :- ક્ષમાદિ દસ યતિધર્મો, આઠ પ્રવચનમાતા, બાર ભાવનાઓ, બાવીશ પરિષહો પાંચ પ્રકારનાં ચારિત્ર વગેરે દ્વારા આવતા કર્મોને રોકી શકાય છે.
નિર્જરા ભાવના :- અનશન, ઉણોદરી આદિ છ બાહ્ય તપ તથા વિનય, વૈયાવચ્ચ આદિ છ અત્યંતર તપ વડે આત્મા ઉપર લાગેલા કર્મોની નિર્જરા શક્ય છે. કર્મો ભોગવ્યા વગર પણ નીકળી જાય છે.
--
(૧૦) લોક સ્વરૂપ ભાવના :- (૧૪) રાજલોકનું સ્વરૂપ તેમાં થતી આત્માની જન્મમરણની સ્થિતિ વગેરે પર વિચારણા.
(૧૧) બોધિદુર્લભ ભાવનાઃ- સાચા માર્ગની ઓળખાણ, પ્રાપ્તિ અને સંરક્ષણ અતિદુર્લભ છે. તેની વિચારણા.
(૧૨) ધર્મસ્વાખ્યાત ભાવના :- ધર્મ સમજાવનારા અરિહંત પરમાત્મા તથા સાધુ સંતો અને સાચા ધર્મગુરુઓ મળવા અતિ દુષ્કર છે તેની વિચારણા.
હવે દરેક ભાવનાનું વિસ્તારથી વિવેચન કરીએ.
(૧) અનિત્ય ભાવના :- સંસારમાં પ્રાપ્ત થતી સુખ દુઃખના સાધનભૂત સર્વ પૌદ્ગલિક સામગ્રી અનિત્ય છે, નાશવંત છે. આવ્યા પછી અવશ્ય જવાવાળી જ છે. સંયોગ પછી અવશ્ય વિયોગ જ પામનારી છે. માટે હે આત્મન્ ! તેમાં હર્ષ અને શોક તથા રાગ અને દ્વેષ કરવા જેવો નથી. પત્તાના બનાવેલા મહેલની જેમ અથવા આકાશમાં ઘેરાયેલા વાદળની જેમ ક્ષણવારમાં આ સર્વ સામગ્રી હતી ન હતી થનાર છે.
સંસારિક સુખની કોઈ પણ સામગ્રી મેળવવામાં દુઃખ, મેળવ્યા પછી સંરક્ષણમાં પણ દુઃખ અને વિયોગ થાય ત્યારે અતિશય દુઃખ એમ સુખ દુઃખની સામગ્રી સર્વકાળે દુ:ખદાયી જ છે. સર્વ સામગ્રી પૌદ્ગલિક છે જે સાથે આવી નથી અને સાથે આવનાર પણ નથી. માટે તું તેના પ્રત્યેની આસકિત ઓછી કર. આયુષ્ય એ ઝાકળના બિંદુ જેવું છે. ઈન્દ્રિયોના સુખો એ વિજળીના ચમકારા જેવા છે. યૌવન એ કુતરાની પૂંછડી જેવું છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, સદા નિત્ય છે, સત્ ચિત્ અને આનંદમય છે. તે જ તારું