________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૭
૨૫૫ સૂત્રાર્થઃ- (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એત્વ (પ) અન્યત્વ (૬) અશુચિવ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વભાવ (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મસ્વાખ્યાત
એમ બાર પ્રકારે તત્ત્વચિંતન એ ૧૨ પ્રકારની અનુપ્રેક્ષા (ભાવના) છે.
ભાવાર્થ - પરમ પૂજ્ય શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબે ઉપરની ૧૨ ભાવનાઓને સમજાવનારો શાન્ત સુધારસ' નામનો અતિ ઉત્તમ ગ્રંથ બનાવ્યો છે. આ ભાવનાઓ ઉપર જેટલું વિવેચન કરીએ તેટલું ઓછું છે. પ્રથમની છ (૬) ભાવના સંસારની અસારતાદર્શક હોવાથી અધ્યાત્મવર્ધક છે અને પાછળની છ (૬) ભાવનાઓ તત્ત્વજ્ઞાન આપનારી છે. પ્રથમ અતિ સંક્ષેપમાં આ ૧૨ ભાવનાઓના અર્થ સમજી લઈએ પછી દરેક ભાવના ઉપર ચિંતન કરીશું.
અનિત્ય ભાવના - તારા સંબંધો, તારા સંયોગો, તારી પોતાની વસ્તુઓ તારી
પાસે રહેવાની નથી. તારું શરીર પણ તારું નથી. (૨) અશરણ ભાવના :- તને રોગ લાગુ પડે તો તેનાથી થતી પીડામાં (દુ:ખમાં)
કોઈ ભાગ પડાવે તેમ નથી. દુઃખમાં કોઈ ટેકો આપી શકે તેમ નથી. તારે તારો
જ આધાર છે. મરણ વખતે પણ કોઈ શરણ નથી. (૩) સંસાર ભાવના - સમગ્ર સંસારમાં કર્મરાજા જે નાટક કરાવી રહ્યા છે તેની
વિચારણા કરવી. સંસાર દુઃખરૂપ, દુઃખલક અને દુઃખાનુબંધી છે માટે અસાર
(૧)
(૪)
(૫)
એકત્વ ભાવનાઃ- આ જીવ એકલો જ આવ્યો છે એકલો જ જવાનો છે. કર્મોનો કર્તા અને ભોક્તા પણ એકલો જ છે. અન્યત્વ ભાવના - આત્મા દેહથી ભિન્ન છે. દેહ જડ છે. આત્મા ચેતન છે. દેહ વિનાશી છે. આત્મા અવિનાશી છે. દેહ અહીં જ રહેવાનો છે. આત્માનું ભવ ભ્રમણ ચાલુ છે. અશુચિ ભાવના:- માંસ, રૂધિર, મેદ, હાડકા અને ચામડીનું બનેલું આ શરીર અપવિત્રતાની પોટલી છે. એના ઉપર મોહ કરવા જેવો નથી.